Not Set/ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકારને પુછ્યો સવાલ, ક્યારે થશે રાષ્ટ્રીય રક્ષા અને સુરક્ષાની વાત

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત-ચીન સરહદ વિવાદ કેસમાં કેન્દ્ર સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે. તેમણે ફરી એકવાર ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું છે કે, “રાષ્ટ્રીય રક્ષા અને સુરક્ષાની વાત ક્યારે થશે?” આ પહેલા પણ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએ સરકાર પર ટ્વીટ મારફતે હુમલો […]

India
3f31b8187c72bc4575b77395a6cedc01 રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકારને પુછ્યો સવાલ, ક્યારે થશે રાષ્ટ્રીય રક્ષા અને સુરક્ષાની વાત
3f31b8187c72bc4575b77395a6cedc01 રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકારને પુછ્યો સવાલ, ક્યારે થશે રાષ્ટ્રીય રક્ષા અને સુરક્ષાની વાત

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત-ચીન સરહદ વિવાદ કેસમાં કેન્દ્ર સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે. તેમણે ફરી એકવાર ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું છે કે, “રાષ્ટ્રીય રક્ષા અને સુરક્ષાની વાત ક્યારે થશે?” આ પહેલા પણ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએ સરકાર પર ટ્વીટ મારફતે હુમલો કર્યો છે.

ચીનનાં મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે શુક્રવારે એક ટ્વીટમાં પીએમ મોદી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પૂછ્યું હતું કે, આપણા સૈનિકોને શસ્ત્ર વિના કોણે મોકલ્યા અને કેમ? ચીન સાથેનાં સંઘર્ષ અંગે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનાં આક્ષેપો વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) નાં પ્રમુખ શરદ પવારે શનિવારે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાને લગતી બાબતોનું રાજકીયકરણ થવું જોઈએ નહીં. તેમણે એમ પણ કહ્યું કે કોઈ પણ ભૂલી શકે નહીં કે 1962 નાં યુદ્ધ પછી ચીને 45,000 ચોરસ કિલોમીટર જમીન પર કબ્જો કર્યો હતો.