Not Set/ 5 વર્ષ પહેલા બતાવવામા આવેલા સપના પીએમ મોદીએ પૂરા ન કર્યા : ડૉ. મનમોહન સિંહ

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે આરોપ લગાવ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છ વર્ષ પહેલા દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આપેલા વચનો પૂરા કર્યા નથી. શનિવારે રામલીલા મેદાનમાં કોંગ્રેસની ‘ભારત બચાવો રેલી’ને સંબોધન કરતી વખતે ડૉ. મનમોહન સિંહે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ દેશની અર્થવ્યવસ્થાને 2024 સુધીમાં પાંચ અબજ ડોલર બનાવવાની સાથે ખેડૂતોની […]

Top Stories India
5 વર્ષ પહેલા બતાવવામા આવેલા સપના પીએમ મોદીએ પૂરા ન કર્યા : ડૉ. મનમોહન સિંહ

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે આરોપ લગાવ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છ વર્ષ પહેલા દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આપેલા વચનો પૂરા કર્યા નથી.

શનિવારે રામલીલા મેદાનમાં કોંગ્રેસની ‘ભારત બચાવો રેલી’ને સંબોધન કરતી વખતે ડૉ. મનમોહન સિંહે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ દેશની અર્થવ્યવસ્થાને 2024 સુધીમાં પાંચ અબજ ડોલર બનાવવાની સાથે ખેડૂતોની આવક બમણી કરવા અને 20 કરોડ લોકોને દર વર્ષે રોજગાર પેદા કરવાનું વચન આપ્યું હતું, પરંતુ આ વચનો ખોટા સાબિત થયા છે અને દેશની જનતાને માત્ર ગેરમાર્ગે જ દોરવામાં આવી છે.” તેમણે કહ્યું કે, મોદી સરકારનાં વચનોથી ભટકાવાને બદલે લોકોએ વાસ્તવિકતાનો અરીસો બતાવવો જોઈએ. તેમણે કહ્યું, “આ માટે આજે તમારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનાં હાથ મજબૂત બનાવવાની જરૂર છે, જેથી દેશને આગળ લઈ જઇ શકાય.”

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે, મોદીએ દેશની જનતાને મોટા સપના બતાવ્યા હતા અને તે સપનાનું શું થયું. તેમણે કહ્યું કે કોંગ્રેસની આ રેલીમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે દેશને નવી દિશા આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.