ડિસ્કવરીનો એક પ્રખ્યાત શો Man vs Wild માં પીએમ મોદી થોડા દિવસો પહેલા બેયર ગ્રીલ્સ સાથે જોવા મળ્યા હતા. જે શો ને લોકોએ ખુબ ગમાડ્યો હતો. પીએમ મોદી આ શો નાં મુખ્ય ચહેરા બેયર ગ્રીલ્સ સાથે જંગલમાં ફરતા જોવા મળ્યા હતા. આપને જણાવી દઇએ કે, પીએમ મોદીએ 25 ઓગષ્ટનાં રોજ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત માં ડિસ્કવરીનાં આ પ્રખ્યાત કાર્યક્રમ Man vs Wild ને લઇને એક મોટો ખુલાસો કર્યો છે.
પીએમ મોદીએ મન કી બાત રેડિયો કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ઘણા લોકોનાં મનમાં આ શો ને લઇને ઘણા સવાલ હશે. તેમણે કહ્યું કે, ઘણા લોકો જાણવા માંગે છે કે આ કાર્યક્રમનાં પ્રસ્તુતકર્તા અને હોસ્ટ બેયર ગ્રીલ્સે મારી હિન્દીને કેવી રીતે સમજી? આ સિવાય લોકોને એ જાણવાની પણ રુચિ હતી કે આ પ્રોગ્રામ પછીથી હિન્દીમાં એડિટ કરવામાં આવ્યો હતો કે ઘણી વખત શૂટ કરવામાં આવ્યો હતો?
આ સવાલોનાં જવાબમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અહી ટેક્નોલોજીએ તેમનું કાર્ય સરળ બનાવ્યુ હતુ. અહી બેયરનાં કાનમાં એક નાનો કોર્ડલેસ માઇક એટેચ કરવામાં આવ્યો હતો, જે તરત જ તેમની હિન્દીને અંગ્રેજીમાં અનુવાદિત કરતો હતો. જેના કારણે તેમને બેયર ગ્રીલ્સ સાથે અથવા બેયર ગ્રીલ્સને મારી સાથે વાત કરવામાં કોઈ તકલીફ પડી નહોતી. આ સાથે તેમણે કહ્યું હતું કે, આ શો દ્વારા તેઓ વિશ્વનાં યુવાનો સાથે જોડાવા માંગતા હતા અને ભારતની વિવિધતા વિશે તેમને કહેવા માંગતા હતા.
પીએમ મોદી અને બેયર ગ્રીલ્સનું એક સાથે આવવું જે એક મોટી બાબત છે. ડિસ્કવરી પર બતાવવામાં આવેલ આ શો સોમવાર, 12 ઓગષ્ટ 2019 નાં રોજ બતાવવામાં આવ્યો હતો. પીએમ મોદીનો બેયર ગ્રીલ્સ સાથેનો શો ભારત સહિત કુલ 180 દેશોમાં પ્રસારિત થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
