YouGov/ વિશ્વના TOP 20 સૈાથી પ્રશંસનીય વ્યક્તિમાં PM મોદી 8માં સ્થાને,ટ્રમ્પ અને પુતિનથી પણ આગળ….

ડેટા એનાલિટિક્સ કંપની YouGoV એ આ સર્વેમાંથી વિશ્વની 20 સૌથી વધુ પ્રશંસનીય વ્યક્તિઓની યાદી બહાર પાડી છે.

Top Stories India
MOOODI વિશ્વના TOP 20 સૈાથી પ્રશંસનીય વ્યક્તિમાં PM મોદી 8માં સ્થાને,ટ્રમ્પ અને પુતિનથી પણ આગળ....

તાજેતરના એક સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વમાં 8 સ્થાને સૌથી વધુ પ્રશંસનીય વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા છે. ડેટા એનાલિટિક્સ કંપની YouGoV એ આ સર્વેમાંથી વિશ્વની 20 સૌથી વધુ પ્રશંસનીય વ્યક્તિઓની યાદી બહાર પાડી છે. પીએમ મોદી આ યાદીમાં સૌથી વધુ પ્રશંસનીય ભારતીય છે આ ઉપરાંત  શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન જેવા બોલિવૂડ સ્ટાર્સ સિવાય ક્રિકેટર વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય  છે. 38 દેશોના 42,000 લોકોના ફીડબેક લીધા બાદ આ યાદી બનાવવામાં આવી છે.

World’s Most Admired Men 2021 (1-10)

1. Barack Obama 🇺🇸
2. Bill Gates 🇺🇸
3. Xi Jinping 🇨🇳
4. Cristiano Ronaldo 🇵🇹
5. Jackie Chan 🇨🇳
6. Elon Musk 🇿🇦
7. Lionel Messi 🇦🇷
8. Narendra Modi 🇮🇳
9. Vladimir Putin 🇷🇺
10. Jack Ma 🇨🇳https://t.co/oBV8X1gh6E pic.twitter.com/IedkTP2d7c

— YouGov (@YouGov) December 14, 2021

વડાપ્રધાન મોદી ઉપરાંત આ યાદીમાં સ્થાન મેળવનારા અન્ય ભારતીયોમાં સચિન તેંડુલકરનો પણ સમાવેશ થાય છે. પ્રિયંકા ચોપરા, ઐશ્વર્યા રાય અને સુધા મૂર્તિ 2021ની સૌથી વધુ પ્રશંસનીય મહિલાઓમાં સામેલ છે. કંપનીએ સર્વે વિશે જણાવ્યું હતું કે,  YouGov એ 38 દેશો અને પ્રદેશોમાંથી પેનલના સભ્યો પાસેથી નોમિનેશન એકત્રિત કર્યા, તેમને સરળ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.

ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા વિશ્વના 20 સૌથી વધુ પ્રશંસનીય પુરુષોની યાદીમાં પ્રથમ સ્થાને છે, ત્યારબાદ માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ બીજા નંબરે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ત્રીજા, ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ચોથા, અભિનેતા જેકી ચેન પાંચમા અને ઈલોન માસ્ક છઠ્ઠા સ્થાને છે. લિયોનેલ મેસ્સી સાતમા સ્થાને છે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી આઠમા સ્થાને છે. મોદી પછી વ્લાદિમીર પુતિન, જેક માઈ, વોરેન બફેટ, સચિન તેંડુલકર, ડોનાલ્ડ ટ્રમ્પ, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, પોપ ફ્રાન્સિસ, ઈમરાન ખાન, વિરાટ કોહલી, એન્ડી લાઉ અને જો બિડેનનો નંબર આવે છે.

વિશ્વની 20 સૌથી વધુ પ્રશંસનીય મહિલાઓની યાદી

1. મિશેલ ઓબામા
2. એન્જેલીના જોલી
3. રાણી એલિઝાબેથ II
4. ઓપ્રાહ વિન્ફ્રે
5. સ્કારલેટ જોહાન્સન
6. એમ્મા વોટસન
7. ટેલર સ્વિફ્ટ
8. એન્જેલા મર્કેલ
9. મલાલા યુસુફઝાઈ
10. પ્રિયંકા ચોપરા
11. કમલા હેરિસ
12. હિલેરી ક્લિન્ટન
13. ઐશ્વર્યા રાય બચ્ચન
14. સુધા મૂર્તિ
15. ગ્રેટા થનબર્ગ
16. મેલાનિયા ટ્રમ્પ
17. લિસા
18. લિયુ યિફેક
19. યાંગ મી
20. જેસિન્ડા આર્ડર્ન