Not Set/ ભાજપનાં સાંસદોની કાર્યશાળામાં પીએમ મોદી બેઠા પાછળ, જાણો શું છે કારણ

સંસદ ભવન પરિસરમાં ભાજપનાં સાંસદો માટે યોજાયેલી કાર્યશાળા ‘અભ્યાસ વર્ગ’ માં વડા પ્રધાન મોદી સાંસદોની વચ્ચે અમુક હરોળ પાછળ બેઠેલા જોવા મળ્યા હતા. જે બાદ પીએમ મોદીનો આ ફોટો ચર્ચાનો વિષય બની ગયો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ મીટિંગમાં પીએમ મોદી માટે અલગથી ખુરશીની ગોઠવણ […]

India
PM MODI BJP 1 ભાજપનાં સાંસદોની કાર્યશાળામાં પીએમ મોદી બેઠા પાછળ, જાણો શું છે કારણ

સંસદ ભવન પરિસરમાં ભાજપનાં સાંસદો માટે યોજાયેલી કાર્યશાળા ‘અભ્યાસ વર્ગ’ માં વડા પ્રધાન મોદી સાંસદોની વચ્ચે અમુક હરોળ પાછળ બેઠેલા જોવા મળ્યા હતા. જે બાદ પીએમ મોદીનો આ ફોટો ચર્ચાનો વિષય બની ગયો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સામાન્ય રીતે કોઈ પણ મીટિંગમાં પીએમ મોદી માટે અલગથી ખુરશીની ગોઠવણ કરવામાં આવે છે. સાથે આ ખુરશીને બધી ખુરશીઓની આગળ ઊંચા પ્લેટફોર્મ પર મૂકવામાં આવે છે. વળી આજની બેઠકમાં પીએમ મોદી સાંસદોની વચ્ચે પાછળની લાઈનમાં બેઠા જોવા મળ્યા. આ ફોટા વિશે એવું કહેવામાં આવ્યું હતું કે વડા પ્રધાન સાસંદ તરીકે વારાણસી પહોંચ્યા હતા અને તેથી જ તેઓ અન્ય સાંસદો સાથે બેઠા હતા. વડા પ્રધાનનાં આ પગલા બાદ ભાજપનાં ઘણા સાંસદો અને કાર્યકરોએ વડા પ્રધાનની પ્રશંસા કરી હતી અને સોશિયલ મીડિયા પર તેમના ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. જેમા દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી અને સ્મૃતિ ઈરાની પણ શામિલ છે.

આ કાર્યશાળામાં પીએમ મોદીએ સાંસદોને ગુરુમંત્ર આપ્યો હતો. પીએમ મોદીએ સાંસદોને સખત મહેનત કરવા અને કાર્યકર્તાઓની સાથે તેમનો સંપર્ક જાળવવા, તેમની સાથે સંબંધો બનાવી રાખવા જણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, માત્ર ચૂંટણી સમયે જ નહીં પરંતુ સમગ્ર કાર્યકાળ દરમિયાન પણ તેમની વાત સાંભળો. પીએમ નરેન્દ્ર મોદીએ સાંસદોને તેમના સંસદીય ક્ષેત્રની વિશેષ કાળજી લેવાનું પણ કહ્યું હતું. સાથે તેમણે કહ્યુ કે, ત્યાથી જોડાયેલા મુદ્દાઓને સંસદમાં ઉઠાવતા રહો અને સંસદીય પ્રક્રિયામાં તમારી ભાગીદારીને વધારો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.