શ્રદ્ધાંજલિ/ ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પર PM મોદીએ ટ્વીટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ

આજે બંધારણનાં નિર્માતા અને ભારત રત્ન બાબા સાહેબ બી.આર.આંબેડકરની જન્મજયંતિ દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. આ વિશેષ પ્રસંગે પીએમ મોદીએ તેમને યાદ કરીને ટ્વીટ કર્યું છે.

Top Stories India
mmata 73 ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પર PM મોદીએ ટ્વીટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
  • આજે ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ
  • વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
  • બાબા સાહેબનો સંઘર્ષ માટે દરેક પેઢી માટે મિસાલ

આજે બંધારણનાં નિર્માતા અને ભારત રત્ન બાબા સાહેબ બી.આર.આંબેડકરની જન્મજયંતિ દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. આ વિશેષ પ્રસંગે પીએમ મોદીએ તેમને યાદ કરીને ટ્વીટ કર્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરને તેમની જન્મજયંતિ પર નમન. સમાજનાં વંચિત વર્ગને મુખ્ય પ્રવાહમાં લાવવાનો તેમનો સંઘર્ષ દરેક પેઢી માટે એક ઉદાહરણ બની રહેશે, તેમના વિચારો અને આદર્શો ભારતનાં લાખો લોકોને શક્તિ આપે છે.’

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ બાબાસાહેબને યાદ કરતાં ટ્વિટ કર્યું છે કે, ‘ભારતીય બંધારણનાં મુખ્ય નિર્માતા, બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ! ડો.આંબેડકરે એક સમાન યોગ્ય સમાજ બનાવવા માટે આજીવન સંઘર્ષ કર્યો. આજે તેમના જીવન અને વિચારોમાંથી શિક્ષા ગ્રહણ કરીને, તેમના આદર્શોને પોતોના આચરણમાં ઢાળવાનો સંકલ્પ કરો.’

નોંધપાત્ર વાત એ છે કે, બીઆર આંબેડકરનું બાળપણનું નામ ભીમરાવ રામજી સકપાલ હતું, જે તેમના પિતા દ્વારા શાળામાં લખાયેલું હતું, ભીમરાવની પ્રતિભાથી પ્રભાવિત, શિક્ષક કૃષ્ણ કેશવે તેમણે તેમની સરનેમ આપી હતી. આંબેડકર હિન્દુ મહાર જ્ઞાતિનાં હતા, જેને અસ્પૃશ્ય કહેવાતા હતા અને તેમની સાથે સામાજિક અને આર્થિક રીતે ઉંડો ભેદભાવ કરવામાં આવતો હતો. બાબા સાહેબે દેશમાં બૌદ્ધ આંદોલન શરૂ કર્યું. બાબા સાહેબ આંબેડકરને ભારતીય બૌદ્ધ સાધુઓ દ્વારા બોધિસત્ત્વનાં બિરુદથી નવાજવામાં આવ્યા હતા, વળી તેમને લંડન યુનિવર્સિટી દ્વારા ‘ડોક્ટર ઓફ સાયન્સ’ થી પણ નવાજવામાં આવ્યા હતા. બંધારણનાં નિર્માતા આંબેડકરને મરણોપરાંત 31 માર્ચ, 1990 નાં રોજ સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ભારત રત્નથી નવાજવામાં આવ્યા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ