Not Set/ ગુજરાતને 1 હજાર કરોડની સહાયની વડાપ્રધાનની જાહેરાત

રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે બુધવારે ગુજરાત આવી રહ્યા છે.

Top Stories Gujarat Others
A 226 ગુજરાતને 1 હજાર કરોડની સહાયની વડાપ્રધાનની જાહેરાત

રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે બુધવારે ગુજરાત આવી રહ્યા છે. PM મોદી થોડીવારમાં ભાવનગર એરપોર્ટ પહોંચશે. મુખ્યમંત્રી રૂપાણી પણ થોડીવારમાં એરપોર્ટ પહોંચશે. હાલ મેયર કીર્તિબેન, જીતુ વાઘાણી એરપોર્ટ પર હાજર છે. એસ.પી.ડીડીઓ સહિતના અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત છે.

અહીં પહોંચ્યા બાદ તેઓ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દિવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. બાદમાં તેઓ અધિકારીઓ સાથે બેઠક યોજશે.

અમદાવાદ એરપોર્ટ પર અધિકારીઓ અને સરકાર સાથે પીએમ મોદી બેઠક કરશે. વડાપ્રધાન નિરીક્ષણ કરીને ત્યાર બાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે એરપોર્ટ પર સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનો તાગ મેળવશેે.

Update Live : 04:55

સમીક્ષા બેઠક બાદ પીએમ મોદીએ વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને 1000 કરોડની પ્રારંભિક સહાય આપવાની જાહેરાત કરી છે.

Update Live : 04:17

પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો નું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિ ની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી.મુખ્યમંત્રી  વિજય ભાઈ રૂપાણી,મુખ્યસચિવ અનિલ મુકિમ,મુખ્યમંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન,મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લા એ આ બેઠકમાં ઉપસ્થિત રહી પ્રધાન મંત્રીને રાજ્યની આ વાવાઝોડા સ્થિતિ નો ચિતાર આપ્યો હતો.

Update Live : 04:00

  • પીએમ મોદી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ
  • એરપોર્ટ પર પીએમ મોદીની બેઠક
  • હવાઇ નિરીક્ષણ કરી પહોંચ્યા અમદાવાદ
  • મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક શરૂ
  • ઉર્જા – રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના અધિકારીઓ હાજર
  • કૃષિ વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર
  • ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ રજૂ કરશે ખાસ પ્રેઝન્ટેશન
  • નુકસાનીના સંદર્ભે રજૂ કરાશે પ્રેઝન્ટેશન

Update Live : 03:15

  • એરપોર્ટ પર પીએમ મોદીની બેઠક
  • હવાઇ નિરીક્ષણ કરી પહોંચ્યા અમદાવાદ
  • મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક શરૂ
  • ઉર્જા – રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના અધિકારીઓ હાજર
  • કૃષિ વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર
  • ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ રજૂ કરશે ખાસ પ્રેઝન્ટેશન
  • નુકસાનીના સંદર્ભે રજૂ કરાશે પ્રેઝન્ટેશન

Update Live : 02:59

અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરી PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે.

Update Live : 02:28

પીએમ મોદી હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે.

A 218 ગુજરાતને 1 હજાર કરોડની સહાયની વડાપ્રધાનની જાહેરાત

A 216 ગુજરાતને 1 હજાર કરોડની સહાયની વડાપ્રધાનની જાહેરાત

Update Live : 02:22

Update Live : 12:50

સીએમ રૂપાણીએ કર્યું ટ્વીટ

Update Live : 12:18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રુપાણીએ વાવાઝોડાથી નુકસાનનું હવાઈ નિરીક્ષણ શરુ કર્યુ છે.

modi 1621406708 ગુજરાતને 1 હજાર કરોડની સહાયની વડાપ્રધાનની જાહેરાત

Update Live : 12:00

રાજ્યમાં વાવાઝોડાને કારણે થયેલા નુકસાનનું હવાઇ નિરિક્ષણ કરવા પીએમ મોદી ભાવનગર એરપોર્ટ પર પહોંચ્યા છે. PM મોદી અસરગ્રસ્ત વિસ્તારનું એરફોર્સનાં હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ કરશે.

A 214 ગુજરાતને 1 હજાર કરોડની સહાયની વડાપ્રધાનની જાહેરાત

Update Live : 11:30

સીએમ રૂપાણી ભાવનગર એરપોર્ટ પહોંચ્યા છે.

ગઈકાલે દીવ, ઉના, પોરબંદર, ગીર સોમનાથમાં વાવાઝોડાએ તોફાન મચાવ્યા બાદ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી માહિતિ પ્રમાણે તાઉ તે હવે અમદાવાદ પરથી પસાર થઈ ચુક્યું છે. 40 કિ.મી કરતા વધારે ઝડપથી અમદાવાદને ધમરોળનારા વાવાઝોડાના પગલે અમદાવાદમાં 5 ઈંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. પવનની ઝડપ અને વરસાદને લઈને શહેરનાં અનેક વિસ્તારોમાં તારાજીનાં દ્રશ્યો સામે આવ્યા છે.

kalmukho str 15 ગુજરાતને 1 હજાર કરોડની સહાયની વડાપ્રધાનની જાહેરાત