Not Set/ પીએમ મોદી સૌથી પહેલાં જોશે, જોન અબ્રાહમની ‘પરમાણુ’ ફિલ્મ

જોન અબ્રાહમ તેની આગામી ફિલ્મ “પરમાણુ –ધ સ્ટોરી ઓફ પોખરણ” ને લઈને ખુબજ એક્સાઈટેડ છે. આ ફિલ્મ ભારતની એ ઈતિહાસિક ઘટના પર આધારિત છે. જેના કારણે ભારત દેશ પરમાણુ શક્તિ સંપન્ન દેશોમા એક મજૂબતીથી આવીને ઉભો રહી ગયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મને જોન અબ્રાહમ સૌથી પહેલાં દેશના પીએમ નરેન્દ્ર મોદી માટે […]

Entertainment
parmanu the story of pokhran narendra modi પીએમ મોદી સૌથી પહેલાં જોશે, જોન અબ્રાહમની ‘પરમાણુ’ ફિલ્મ

જોન અબ્રાહમ તેની આગામી ફિલ્મ “પરમાણુ –ધ સ્ટોરી ઓફ પોખરણ” ને લઈને ખુબજ એક્સાઈટેડ છે. આ ફિલ્મ ભારતની એ ઈતિહાસિક ઘટના પર આધારિત છે. જેના કારણે ભારત દેશ પરમાણુ શક્તિ સંપન્ન દેશોમા એક મજૂબતીથી આવીને ઉભો રહી ગયો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મને જોન અબ્રાહમ સૌથી પહેલાં દેશના પીએમ નરેન્દ્ર મોદી માટે સ્પેશીયલ સ્ક્રીનીગ રાખવામાં આવશે. આ ફિલ્મને મોદી સૌથી પહેલા જોશે. ફિલ્મના નિર્માતાનું કહેવું છે કે આ ફિલ્મને જોઇને દેશના પીએમ પોતનું મંતવ્ય રજુ કરે.

આ ફિલ્મને લઈને શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, આ ફિલ્મ દેશની ઇતિહાસમાં થઈ ઘટનાના આધારિત છે માટે આ ફિલ્મને જોઈતી જરૂરી મદદ તેને મળવી જોઈએ. આ ફિલ્મ 23 ફ્રેબ્રુઆરીના રોજ રીલીઝ થવાની છે. આ ફિલ્મની તારીખને લઈને ઘણીવાર ફેરફારો થયા છે પણ ફિલ્મના નિર્માતા પ્રેરણા અરોડાએ સ્પષ્ટ કર્યું છે, હવે આ ફિલ્મની રીલીઝ તારીખમાં કોઈ ફેરફાર નહી કરવામાં આવે. આ ફિલ્મ ભારતના બીજા પરમાણુ પરીક્ષણ એટલે કે પોખરણ 2 સાથે આ કહાની સંબધ છે.

ભારતે 1998માં  11 થી 13 મે ની વચ્ચે રાજસ્થાનના પોખરણમાં ટેસ્ટ રેંજમાં ઓપેરશન શક્તિ નામથી બીજું પરમાણું પરીક્ષણ કર્યું હતું. જેમાં 5 પરમાણું બોમ્બનો ટેસ્ટ એક્સપ્લોજ્ન કર્યું હતું. ડો, એપીજે અબ્દુલ કલામ આ પ્રોજેક્ટના હેડ હતાં, અને એ વખતના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ પરીક્ષણ માટે સાઈન કરી હતી. પોખરણમાં ભારતે 1974માં પહેલું પરમાણું પરીક્ષણ કર્યું હતું.