Not Set/ PM મોદી આજે દેશના પ્રથમ વિશ્વસ્તરીય રાણી કમલાપતિ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે.ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને રાણી કમલાપતિ રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે

Top Stories India
arendramodi PM મોદી આજે દેશના પ્રથમ વિશ્વસ્તરીય રાણી કમલાપતિ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે.ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને રાણી કમલાપતિ રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. હબીબગંજ સ્ટેશનનું નામ છેલ્લી હિન્દુ આદિવાસી રાણી કમલાપતિના નામ પર રાખવાનો કેન્દ્રનો નિર્ણય મધ્ય પ્રદેશ સરકારની ભલામણ પર છે.મધ્યપ્રદેશનું રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન દેશનું પ્રથમ વિશ્વ કક્ષાનું મોડેલ સ્ટેશન છે, જ્યાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની તર્જ પર મુસાફરોને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ સ્ટેશન જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ વિકસાવવામાં આવ્યું છે. રાણી કમલાપતિ સ્ટેશન પ્રોજેક્ટનો કુલ ખર્ચ લગભગ 450 કરોડ રૂપિયા છે.

ભીડને નિયંત્રિત કરવા માટે અલગ પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા છે. પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે સ્ટેશન પર એસ્કેલેટર અને લિફ્ટ લગાવવામાં આવી છે. ઓપન કોન્કોર્સમાં 700 થી 1,100 મુસાફરો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેનની અવરજવરની જાણકારી માટે આખા સ્ટેશન પર વિવિધ ભાષાઓના ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવ્યા છે. સ્ટેશનમાં ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ, વાતાનુકૂલિત વેઇટિંગ રૂમ, હોસ્ટેલ, વીઆઈપી લાઉન્જ પણ હશે. ચોવીસ કલાક દેખરેખ માટે સ્ટેશન પર લગભગ 160 સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ આદિવાસી રાણી રાણી કમલાપતિના નામ પર રાખવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો. વડા પ્રધાનનો આભાર વ્યક્ત કરતાં મુખ્ય પ્રધાને કહ્યું કે, “ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ આદિવાસી રાણી રાણી કમલાપતિના નામ પર રાખવા બદલ હું પીએમ મોદીનો આભાર માનું છું. તે ગોંડ સમાજનું ગૌરવ હતું. તે છેલ્લી હિંદુ રાણી હતી.મધ્ય પ્રદેશ સરકારે શુક્રવારે કેન્દ્રને પત્ર લખીને ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ આદિવાસી રાણી રાણી કમલાપતિના નામ પર રાખવા જણાવ્યું હતું.વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘આદિવાસી ગૌરવ દિવસ’ નિમિત્તે ભોપાલના જાંબૂરી મેદાનમાં આયોજિત ‘આદિવાસી ગૌરવ દિવસ મહાસંમેલન’માં ભાગ લેવા મધ્ય પ્રદેશની મુલાકાત લેશે, જ્યાં તેઓ આદિવાસીઓના કલ્યાણ માટે અનેક પહેલ કરશે.

ઉલ્લેખનીય છે કે આજે નરેન્દ્ર મોદી મધ્યપ્રેદશના ભોપાલમાં વિશ્વસ્તરીય રેલવે સ્ટેશનનું ઉદ્વઘાટન કરવા આવવાના છે તે ચાર કલાક માટે આવવાના છે ,આ ચાર કલાક માટે શિવરાજ સરકાર 23 કરોડ રૂપિયાનું  ખર્ચ કરી નાંખશે.

પીએમ મોદીનો કાર્યક્રમ

12.35 કલાકે ભોપાલ એરપોર્ટ પહોંચશે
બપોરે 1 કલાકે બીયુ હેલીપેડ પહોંચશે
બપોરે 1.10 કલાકે જંબોરી મેદાન પહોંચશે જ્યાં તેઓ આદિવાસી સંમેલનમાં હાજરી આપશે
બપોરે 3.20 કલાકે હબીબગંજ રેલવે સ્ટેશન પહોંચશે
4.20 કલાકે હબીબગંજથી દિલ્હી જવા રવાના થશે