સંવાદ/ PM મોદી મંગળવારે ભોપાલથી “મેરા બુથ સબસે મજબૂત” કાર્યક્રમ અંતર્ગત દસ લાખ કાર્યકરો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રમાં ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ કરવા માટે પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા જનસંપર્ક અભિયાનના ભાગ રૂપે ‘મેરા બૂથ, સબસે મજબૂત’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે

Top Stories India

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રમાં ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ કરવા માટે પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા જનસંપર્ક અભિયાનના ભાગ રૂપે ‘મેરા બૂથ, સબસે મજબૂત’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે વડાપ્રધાન રાજ્યના 1918 સંગઠનાત્મક બોર્ડ અને બૂથ પર હાજર કાર્યકરો, પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓને પણ સંબોધિત કરશે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ તારીખ 27 જૂનના રોજ સવારે 10.30 કલાકે “મેરા બુથ સબસે મજબૂત” કાર્યક્રમ અંતર્ગત ભોપાલથી સમગ્ર દેશના દસ લાખ બુથો પર કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે.રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સ્વસ્તિક હોલ, ડ્રાઇવ ઈન સીનેમાની બાજુમાં,અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે મેરા બુથ સબસે મજબૂત અભિયાનની સફળતા માટે કાર્યકર્તાઓને પોત-પોતાના બૂથ પર સક્રિય ભાગીદારીની ખાતરી કરવા અપીલ કરતાં તેમણે કહ્યું કે 25મી જૂને ઇમરજન્સીને કાળા દિવસ તરીકે ઉજવતા જિલ્લા કક્ષાએ કાર્યક્રમો યોજવામાં આવશે. આ અંતર્ગત સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ સેમિનારનું આયોજન કરવામાં આવશે.