PM Modi-Developmentwork/ છોટાઉદેપુરમાં 5,200 કરોડ રૂપિયાના કાર્યક્રમનું લોકાર્પણ કરશે પીએમ મોદી

પીએમ મોદી ગુજરાતના બીજા શહેરોની તુલનામાં પછાત મનાતા છોટાઉદેપુર જિલ્લામાં 5,200 કરોડ રૂપિયાના વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કરશે. આ યોજનામાં છોટાઉદેપુર જિલ્લાના લગભગ બધા જ ગ્રામીણ વિસ્તારોમાં વાઇફાઇની સગવડ પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે.

Top Stories Gujarat
Mantavyanews 8 9 છોટાઉદેપુરમાં 5,200 કરોડ રૂપિયાના કાર્યક્રમનું લોકાર્પણ કરશે પીએમ મોદી

ગાંધીનગરઃ પીએમ મોદી ગુજરાતના બીજા શહેરોની તુલનામાં પછાત મનાતા છોટાઉદેપુર જિલ્લામાં 5,200 કરોડ રૂપિયાના વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કરશે. આ યોજનામાં છોટાઉદેપુર જિલ્લાના લગભગ બધા PM Modi-Development work જ ગ્રામીણ વિસ્તારોમાં વાઇફાઇની સગવડ પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે.

ફક્ત આટલું જ નહી વડાપ્રધાન મોદી મિશન સ્કૂલ ઓફ એક્સીલન્સ હેઠળ અન્ય વિકાસ કાર્યોની સાથે 4,505 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે તેમા તેમણે જ શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાતની સફળતાની 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં પણ વડાપ્રધાન સવારના દસ વાગ્યાથી હાજરી આપશે.

આ ઉપરાત વડાપ્રધાન મોદી સાયન્સ સિટી ખાતે PM Modi-Development work જ સમિટ ઓફ સક્સેસ પેવેલિયનનું પણ ઉદઘાટન કરશે. તેમા આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, માઇક્રો, સ્મોલ અને મીડિયમ સેક્ટરના રાજ્યમંત્રી વિશ્વકર્મા, નવસારીના સાંસદ સી.આર. પાટીલની સાથે અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને મુખ્ય સચિવ રાજકુમાર હાજર રહેશે.

તેના પછી પીએમ બોડેલી ખાતે બપોરે એક વાગે આયોજિત વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. બોડેલીનો કાર્યક્રમ પૂરો થયા બાદ વડાપ્રધાન વડોદરા જશે. વડોદરામાં નારીશક્તિ વંદન કાર્યક્રમમાં PM Modi-Development work જ હાજરી આપશે. તેઓ આ કાર્યક્રમ પૂરો કરીને દિલ્હી રવાના થશે.

ઉલ્લેખનીય છે કે પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2003માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાઈ હતી. દેશની પ્રથમ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટને 20 વર્ષ થયા છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ થયાને 20 વર્ષ તઈ ગયા છે. બે દાયકામાં ગુજરાતની આ પહેલા અનેક રીતે દેશ માટે માર્ગદર્શક બની રહી છે.

 

આ પણ વાંચોઃ NIA Raid/ ખાલિસ્તાનીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી, 6 રાજ્યોના 50 સ્થળો પર NIAના દરોડા

આ પણ વાંચોઃ Mahadev/ આજના દિવસે કરી લો આ ઉપાય, ‘મહાદેવ’નો હાથ હંમેશા તમારા માથા પર રહેશે

આ પણ વાંચોઃ Iraq Fire/ ઈરાકમાં લગ્ન સમારોહમાં મોટી દુર્ઘટના, 100 લોકોના મોત