Not Set/ અમદાવાદ એરપોર્ટ પર પાર્કિગને લઈ PM મોદીના આ ભાઈએ કર્યો હોબાળો, જાણો શું છે કારણ

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલનું સંચાલન અદાણી કંપનીને સોપાયા બાદ અનેક વિવાદો સામે આવી રહ્યા છે,

Ahmedabad Gujarat
A 173 અમદાવાદ એરપોર્ટ પર પાર્કિગને લઈ PM મોદીના આ ભાઈએ કર્યો હોબાળો, જાણો શું છે કારણ

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલનું સંચાલન અદાણી કંપનીને સોપાયા બાદ અનેક વિવાદો સામે આવી રહ્યા છે, જેમાં એરપોર્ટના નામકરણ અને પાર્કિંગના ચાર્જના મુદ્દા યથાવત છે. આ સ્થિતિમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ પણ હવે અમદાવાદ એરપોર્ટ પર પાર્કિગના ચાર્જને લઈને વિરોધ નોધાવ્યો છે. આ સમયે પ્રહલાદ મોદીએ વિરોધ દર્શાવતા કહ્યું હતું કે, તેમણે કાર પાર્કિગમાં મૂકી જ નથી છતાં ચાર્જ વસુલી લેવાયો હતો.

આ અંગે મળી રહેલી માહિતી મુજબ, પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી મંગળવારે ઉત્તરાખંડના હરિદ્વારથી અમદાવાદ પાછા ફર્યા હતા અને આ સમયે એરપોર્ટ પર જયારે અદાણીના કર્મચારીઓએ પાર્કિંગ ચાર્જ લેવાનું કહ્યું ત્યારે તેમને હોબાળો કર્યો હતો.

આ પણ વાંચો :  કોરોના મહામારીને કારણે ધોરણ-10 બોર્ડની પ્રાયોગિક પરીક્ષાની તારીખોમાં ફેરફાર , વિદ્યાર્થીઓને આંશિક રાહત

એરપોર્ટના પાર્કિંગ ચાર્જ અંગે તેઓએ કહ્યું, હું કારને હંમેશાં રોડ પર ઊભી રખાવીને એરપોર્ટ ટર્મિનલમાં આવું છું, ત્યારે જ ડ્રાઈવરને ફોન કરીને કાર મગાવું છું અને તરત જ બેસીને બહાર નીકળી જાઉં છું. આ જ પ્રમાણે હું એ મંગળવારે જયારે હું હરિદ્વારથી એરપોર્ટ ટર્મિનલમા આવ્યા બાદ બહાર નીકળ્યો ત્યારે કાર મગાવી, કારમાં બેસીને બહાર નીકળતો હતો ત્યારે પાર્કિંગ ટોલ બૂથ પર અદાણીના માણસોએ પાર્કિંગ ચાર્જ પેટે તેમની પાસે 90 રૂપિયા માગ્યા હતા.

આ અંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું એ એરપોર્ટ પર ગાડી પાર્ક કરી જ નથી, હું રોડ ટેક્સ ભરું છું તો પછી પાર્કિંગ ચાર્જ શા માટે આપું. જો કે આ હંગામા બાદ અંતે એરપોર્ટના કર્મચારીઓએ પ્રહલાદ મોદીને પાર્કિંગ ચાર્જ લીધા વગર જવા દીધા હતા.

આ પણ વાંચો :  અમદાવાદમાં કાલથી શરૂ થશે ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટ

આપને જણાવી દઈએ કે, હવે કાર સર્વિસ આપતી કેબ કંપનીઓ પાસેથી નાણાં પડાવવા માટે અદાણી ગ્રૂપે નવો નિયમ જાહેર કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પર પહેલાં પાર્કિંગના ચાર્જમાં વિક્રમી વધારો કર્યો અને હવે જે ફીમાં હતું તેના ચાર્જ લાગુ કર્યા છે. અમદાવાદ એરપોર્ટ પર કેબ સર્વિસ માટેની જગ્યા ફ્રી આપવામાં આવી હતી પરંતુ હવે તે ચાર્જેબલ છે. કેન્દ્ર સરકારના મનસ્વી નિર્ણયનો ભોગ અમદાવાદ એરપોર્ટ પર જતા લોકો બની રહ્યાં છે. અદાણીના મેનેજમેન્ટ સામે એરપોર્ટને સંલગ્ન સેવાઓના લોકોને દામ ચૂકવવા પડી રહ્યાં છે.

અદાણી કંપની એક પછી એક વિવાદ શરૂ કરતી જાય છે. હવે અદાણીએ કેબ સર્વિસ માટે ફ્રી અપાયેલી જગ્યાના એકાએક ચાર્જ લેવાના શરૂ કરી દીધા છે. 13મી એપ્રિલની મધ્યરાત્રીથી પ્રથમ કલાક વિનામૂલ્યે રાખીને ત્યારપછીના પ્રત્યેક કલાકના 50 રૂપિયાનો ચાર્જ વસૂલ કરવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો :   ગુજરાતમાં 67 લોકોને ભરખી ગયો કોરોના,6690 નવા સંક્રમિતો

અમદાવાદ એરપોર્ટ પર અગાઉ કેબ સંચાલકો માટે ગુજસેલની કચેરી પાસે જગ્યા ફ્રી આપવામાં આવી હતી. હવે ઇન્ટરનેશનલ ટર્મિલન પર ચાર્જ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કેબ સર્વિસ માટેના ચાર્જ 13મી એપ્રિલની મધરાતથી અમલમાં આવતા હોય તો અદાણીએ 12મી એપ્રિલના રોજના દરો કેમ વસૂલ કર્યા છે તે મોટો સવાલ છે. કેબ સંચાલકોએ કહ્યું હતું કે અમારૂં તમામ રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે. અમે સરકાર સમક્ષ અપીલ કરીએ છીએ કે અમને જે જગ્યા ફ્રીમાં આપવામાં આવી છે તેના અદાણી મેનેજમેન્ટે ચાર્જ શરૂ કર્યા છે.

આ પણ વાંચો :  કોરોના સંક્રમણ વધતા સંઘ પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલી માં વિકેન્ડ કર્ફ્યું