Not Set/ દેશના અગ્રણી તબીબો સાથે PM મોદીની સમીક્ષા બેઠક, હોસ્પિટલમાં બેડ વધારવા સહિતના સૂચનો

દેશમાં કોરોના નવા આંકડાઓ ભયજનક સપાટી પર જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર જન સ્વાસ્થ્ય સુવિધા માટે વધુ સક્રિયતા દાખવી રહી છે. આમ છતાં સ્થિતિ કાબૂ બહાર જતી. જોવા મળી રહી છે. આ બાબતને

Top Stories India
pm meeting with doctors દેશના અગ્રણી તબીબો સાથે PM મોદીની સમીક્ષા બેઠક, હોસ્પિટલમાં બેડ વધારવા સહિતના સૂચનો

દેશમાં કોરોના નવા આંકડાઓ ભયજનક સપાટી પર જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર જન સ્વાસ્થ્ય સુવિધા માટે વધુ સક્રિયતા દાખવી રહી છે. આમ છતાં સ્થિતિ કાબૂ બહાર જતી. જોવા મળી રહી છે. આ બાબતને ધ્યાનમાં લઈને વડાપ્રધાન મોદીએ કોરોનામાં સ્વાસ્થ્ય સુવિધાઓ વધારવા માટે દેશભરનાં અગ્રણી ડોક્ટરો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. વડા પ્રધાન મોદી એ દેશની ટોચની ફાર્મા કંપનીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ પર વાતચીત પણ કરી હતી.

PM Modi to meet COVID-19 vaccine manufacturers today | India News – India TV

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ  કોરોનાની સ્થિતિ  પર જનસ્વાસ્થ્યની તૈયારીઓની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય પ્રમાણે પીએમ મોદીની અધ્યક્ષતામાં COVID સમીક્ષા બેઠક દરમિયાન દવાઓ, ઓક્સીજન, વેન્ટિલેટર અને રસીકરણ સંબંધિત પાસાઓ પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, કોરોના દર્દીઓ માટે બેડની ઉપલબ્ધતા વધારવા માટે બધા જરૂરી ઉપાયો કરવા જોઈએ. પ્રધાનમંત્રી મોદીએ તે પણ નિર્દેશ આપ્યા કે અસ્થાયી હોસ્પિટલો અને આઇસોલેશન સેન્ટરના માધ્યમથી બેડની પૂર્તી કરવામાં આવે. પ્રધાનમંત્રી મોદીએ વિભિન્ન દવાઓની વધતી માંગને પૂરી કરવા માટે ભારતના દવા ઉદ્યોગની સંપૂર્ણ ક્ષમતા સાથે ઉપયોગ કરવાની જરૂરીયાત વિશે વાત કરી હતી.

PM Modi holds meeting with pharma companies over COVID-19 situation

કોરોના વાયરસની સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, રસી ઉત્પાદન માટે દેશમાં રહેલી ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવે. સાથે તેમણે કહ્યું કે, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને સારવારનો કોઈ વિકલ્પ નથી.

દેશમાં કોરોનાના આંકડાઓનો નવો રેકોર્ડ

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.55 લાખ થી વધુ નવા કેસો નોંધાયા છે. જ્યારે પ્રથમ વખત સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.50 લાખ કરતા પણ વધારે થવા જાય છે. જેથી કુલ કેસો હવે 1.53 કરોડને પાર થયા છે.દેશમાં ફરી એક વખત એક હજારથી વધારે મોત નિપજ્યા છે. સતત પાંચમા દિવસે દિવસે મોતનો આંકડો એક હજારને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં1600 થી વધુ લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે એક્ટિવ કેસ હવે 20,25 લાખની સપાટીએ પહોંચ્યા છે.

Untitled 38 દેશના અગ્રણી તબીબો સાથે PM મોદીની સમીક્ષા બેઠક, હોસ્પિટલમાં બેડ વધારવા સહિતના સૂચનો