Budget 2022/ PM મોદીનું બજેટ પર નિવેદન – કહ્યું 100 વર્ષના વિશ્વાસનું બજેટ

વડાપ્રધાને કહ્યું કે આ યોજના પર્વતો પર પરિવહનની આધુનિક વ્યવસ્થા ઊભી કરશે. ભારતની જનતાની આસ્થા, માતા ગંગાની સફાઈની સાથે ખેડૂતોના કલ્યાણ માટે…

Top Stories India
બજેટ

કેન્દ્ર સરકારના સામાન્ય બજેટ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 100 વર્ષની ભયાનક આફત વચ્ચે આ બજેટ વિકાસનો નવો વિશ્વાસ લઈને આવ્યો છે. આ બજેટ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની સાથે સામાન્ય માણસ માટે ઘણી નવી તકો ઊભી કરશે. આ બજેટ વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોકાણ, વધુ વૃદ્ધિ અને વધુ નોકરીઓની નવી સંભાવનાઓથી ભરેલું છે. આનાથી ગ્રીન જોબ્સનું ક્ષેત્ર પણ ખુલશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે છેલ્લા કેટલાક કલાકોથી હું જોઈ રહ્યો છું કે, જે રીતે આ બજેટનું દરેક ક્ષેત્રમાં સ્વાગત કરવામાં આવ્યું છે, સામાન્ય માનવીઓ તરફથી જે સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે તેનાથી લોકોની સેવા કરવાનો અમારો ઉત્સાહ અનેકગણો વધી ગયો છે. હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, નોર્થ ઈસ્ટ, દેશમાં પહેલીવાર આવા વિસ્તારો માટે પર્વતમાળા યોજના શરૂ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :કોલસાની ખાણમાં ગેરકાયદેસર ખાણકામનો ભોગ બન્યા કામદારો, 13 લોકોના મોત 

વડાપ્રધાને કહ્યું કે આ યોજના પર્વતો પર પરિવહનની આધુનિક વ્યવસ્થા ઊભી કરશે. ભારતની જનતાની આસ્થા, માતા ગંગાની સફાઈની સાથે ખેડૂતોના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આ પાંચ રાજ્યોમાં ગંગાના કિનારે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. આવતીકાલે ભાજપે મને સવારે 11 વાગ્યે બજેટ અને આત્મનિર્ભર ભારત વિષય પર વાત કરવા આમંત્રણ આપ્યું છે. આવતીકાલે 11 વાગ્યે હું બજેટના આ વિષય પર વિગતવાર વાત કરીશ.

આ પણ વાંચો :Budget 2022 ને રાહુલ ગાંધીએ ગણાવ્યું ઝીરો બજેટ,મધ્યમવર્ગ, ગરીબો, ખેડૂતોને…

આ પણ વાંચો : દેશના આ નાણામંત્રીએ સૌથી વધુ વખત રજૂ કર્યું બજેટ, જાણો કોને મળી વધુ વખત તક

આ પણ વાંચો :ખેડૂતો માટે બજેટમાં કરવામાં આવી હતી આ મોટી જાહેરાતો, જાણો બજેટમાં ખેડૂતોને શું મળ્યું

આ પણ વાંચો :બાળકોના શિક્ષણ માટે 200 નવી ટીવી ચેનલો, ડિજિટલ યુનિવર્સિટી કરવામાં આવશે શરૂ