Himachal Pradesh/ સુખવિંદર સિંહ સુખુ બની શકે છે હિમાચલના નવા CM, કોંગ્રેસ હાઈકમાન્ડે આપ્યા સંકેત

શુક્રવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજૂરી મળી શકી નથી. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહ અને સુખવિંદર સિંહ…

Top Stories India
Sukhwinder Singh Sukhu

Sukhwinder Singh Sukhu: હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીત મળી છે. આમ છતાં રાજ્યમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને ખેંચતાણ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજ્યના નવા સીએમ તરીકે સુખવિંદર સિંહ સુખુનું નામ સૌથી આગળ છે. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે આવા સંકેતો આપ્યા છે. હવે ઔપચારિક બેઠક બાદ તેની જાહેરાત થઈ શકે છે. જોકે, સુખવિંદર સિંહ સુખુ આ સમાચારથી અજાણ દેખાયા. હિમાચલ પ્રદેશના સીએમ બનાવવાના સવાલ પર તેમણે કહ્યું કે, મને કોઈ જાણ નથી. CLPની બેઠક હમણાં જ બોલાવવામાં આવી છે. હાઈકમાન્ડે શું નિર્ણય લીધો છે તેની મને ખબર નથી.

શુક્રવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજૂરી મળી શકી નથી. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહ અને સુખવિંદર સિંહ સુખુના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. નિરીક્ષક તરીકે પણ છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલની કારને સીઝ કરવામાં આવી હતી. અહીં કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ સીએમના ચહેરાના નામે વધતી જતી રેરને જોતા ધારાસભ્ય દળની બેઠક થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. બેઠક પાંચ કલાક મોડી શરૂ થઈ હતી. આ બેઠક રાત્રે સાત વાગ્યા પછી શરૂ થઈ હતી. આ દરમિયાન દાવેદારોના સમર્થકો પણ એકબીજા સાથે લડતા જોવા મળ્યા હતા અને મારામારી થઈ હતી. બાદમાં બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે કોંગ્રેસ હાઈકમાન્ડ મુખ્યમંત્રીના નામ પર નિર્ણય કરશે. હવે સૂત્રોને ટાંકીને માહિતી સામે આવી છે કે સુખવિંદર સિંહ સુખુ મુખ્યમંત્રી બની શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ/ સાણંદ તાલુકામાં ભૂ-માફિયાઓનો આતંક : ફાંગડી ગામે ગેરકાયદેસર રેતી ખનન