Not Set/ પીએમ મોદી પહોંચ્યા સિંગાપુર, દેશની ટેકનોલોજી કર્યા ભારોભાર વખાણ

સિંગાપુર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન ઇન્ડિયા સમિટમાં ભાગ લેવા સિંગાપુર પહોંચ્યા છે.અહીં વડાપ્રધાને ફિનટેક ફેસ્ટિવલમાં કી નોટ ભાષણ આપ્યું હતું.પીએમ મોદીએ કહ્યું કે ભારતના યુવાઓએ આજે દુનિયાને પોતાની ટેક્નિકલ તાકાત બતાવી છે.આ ઈવેન્ટ આ તાકતનું પ્રદર્શન છે. પીએમ મોદીએ કહયું કે 2014માં અમારી સરકાર આવી એ પછી અમે કરોડો ભારતીયોને ટેકનોલોજીથી જોડવાનું લક્ષ્ય રાખ્યું.અમે થોડા […]

Top Stories
Narendra modi reuters પીએમ મોદી પહોંચ્યા સિંગાપુર, દેશની ટેકનોલોજી કર્યા ભારોભાર વખાણ

સિંગાપુર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન ઇન્ડિયા સમિટમાં ભાગ લેવા સિંગાપુર પહોંચ્યા છે.અહીં વડાપ્રધાને ફિનટેક ફેસ્ટિવલમાં કી નોટ ભાષણ આપ્યું હતું.પીએમ મોદીએ કહ્યું કે ભારતના યુવાઓએ આજે દુનિયાને પોતાની ટેક્નિકલ તાકાત બતાવી છે.આ ઈવેન્ટ આ તાકતનું પ્રદર્શન છે.

પીએમ મોદીએ કહયું કે 2014માં અમારી સરકાર આવી એ પછી અમે કરોડો ભારતીયોને ટેકનોલોજીથી જોડવાનું લક્ષ્ય રાખ્યું.અમે થોડા મહિનાઓની અંદર જ કરોડો લોકોને બેંકો સાથે જોડ્યા અને તેમના બેન્ક એકાઉંટ ખોલાવ્યા.આજે અમારી પાસે 100 કરોડ લોકોની બાયોમેટ્રિક ઓળખ છે.100 કરોડ લોકોના હાથમાં ફોન છે.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે અમે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને હજારો કરોડ બચાવ્યા છે.મુંદ્રા યોજનાના કારણે આજે દેશમાં કરોડો લોકોએ પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે.અમે સૌથી વધુ લોન મહિલાઓને આપી છે.

પીએમ મોદીએ જણાવ્યુ કે આજે દેશમાં ગરીબ વ્યક્તિઓ પણ આસીનથી બેંકમાં વ્યવહાર કરી શકે છે.આજે ભારતમાં સૌથી વધુ ઈન્ટરનેટનો વપરાશ થાય છે.સૌથી સસ્તું ઇન્ટરનેટ અહીં જ મળે છે.દુનિયાભરના રોકાણકારો માટે ભારત સૌથી સ્થળ છે.