Not Set/ PM નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે યુક્રેનથી પરત ફરેલા વિધાર્થીઓ,એરપોર્ટ સર્કલ પર ગરબાના તાલે ઝૂમ્યા

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમન અભિવાદન કરવા 4 લાખથી વધુ લોકો ભેગા થયા છે,

Top Stories Gujarat
1 39 PM નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે યુક્રેનથી પરત ફરેલા વિધાર્થીઓ,એરપોર્ટ સર્કલ પર ગરબાના તાલે ઝૂમ્યા
  • 11 અને 12 માર્ચે PM અમદાવાદની મુલાકાતે
  • યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ કરશે સ્વાગત
  • અમદાવાદ એરપોર્ટ સર્કલ પર કરશે સ્વાગત
  • વિદ્યાર્થીઓ એરપોર્ટ સર્કલ પર ગરબાના તાલે ઝૂમ્યા

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમન અભિવાદન કરવા 4 લાખથી વધુ લોકો ભેગા થયા છે, સૈાથી મહત્વની વાત છે કે યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓને સુરક્ષિત પરત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સિંહ ફાળો હતો તેના લીધે યુક્રેનથી હેમકેમ પરત ફરેલા વિધાર્થીઓ પણ PM મોદીના સ્વાગત માટે એરપોર્ટ પર પહોંચ્યા છે, આ સાથે આ વિધાર્થીઓએ એરપોર્ટ સર્કલ પર ગરબાના તાલે ઝૂમ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી અગિયારમી માર્ચથી બે દિવસ ગુજરાતના પ્રવાસે  આવી રહ્યા છે  ભારતીય જનતા પક્ષ અને સરકાર દ્વારા તેમના કાર્યકમને લઇને તાડમાર તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે,અમદાવાદ હવાઈમથકે પ્રધાનમંત્રી મોદીના આગમન સ્વાગત બાદ કોબા ગામે ભાજપના પ્રદેશ કાર્યાલય “કમલમ” સુધી રોડ- શો યોજાશે, જેમાં વિવિધ સમાજના ચાર લાખ લોકો સડકના બંને કિનારે ઊભા રહી પ્રધાનમંત્રી મોદીનું અભિવાદન કરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભાજપના ટોચના હોદ્દેદારો સાથે પ્રધાનમંત્રી મોદી અહીં મહત્વની બેઠક  યોજાશે.

અમદાવાદમાં આજે યોજાનાર પંચાયત મહાસંમેલનમાં પ્રધાનમંત્રી મોદી ઉપસ્થિત રહેવાના હોવાથી તેના વિશાળ આયોજન માટે કામકાજ ઝડપથી ચાલી રહ્યું છે. સરપંચથી સાંસદ સુધીના હોદ્દે ચૂંટાયેલા સવા લાખથી વધુ જન-પ્રતિનિધિઓ આ સંમેલનમાં હાજર રહી પ્રધાનમંત્રી મોદી પાસેથી માર્ગદર્શન ગ્રહણ કરવાના છે. અમદાવાદમાં રોડ શો કરશે અને પંચાયતીરાજ સંસ્થાઓના એક લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓની રેલીને પણ સંબોધશે.

ગુજરાતમાં  ત્રિસ્તરીય પંચાયત રાજ માળખામાં 33 જિલ્લા પંચાયત, 248 તાલુકા પંચાયત અને 14 હજાર પાંચસો ગ્રામ પંચાયત છે. ગુજરાત પંચાયત મહાપંચાયત- આપણું ગામ આપણી પંચાયત-માં એક લાખથી વધુ પંચાયતીરાજ પ્રતિનિધીઓ ભાગ લેશે. પ્રધાનમંત્રી પોતાની ગુજરાત મુલાકાતના બીજે દિવસે રાષ્ટ્રીય સંરક્ષણ વિશ્વવિદ્યાલયની નવી ઇમારતું લોકાર્પણ કરશે. તે પહેલાં તેઓ આ વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારંભને પણ સંબોધશે. તેઓ ખેલ મહાકુંભનું ઉદઘાટન પણ કરશે.