પ્રવાસ/ PM નરેન્દ્ર મોદી 16 મેના રોજ નેપાળ જશે! ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બીની પણ જશે,સત્તાવાર જાહેરાત બાકી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 16 મેના રોજ નેપાળની ટૂંકી મુલાકાત લેશે જે દરમિયાન તેઓ ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીની મુલાકાત લેશે.

Top Stories India
12 1 PM નરેન્દ્ર મોદી 16 મેના રોજ નેપાળ જશે! ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બીની પણ જશે,સત્તાવાર જાહેરાત બાકી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 16 મેના રોજ નેપાળની ટૂંકી મુલાકાત લેશે જે દરમિયાન તેઓ ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીની મુલાકાત લેશે. નેપાળના વડા પ્રધાનના પ્રેસ સલાહકાર અનિલ પરિયારના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન મોદી તેમના નેપાળના સમકક્ષ શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર હિમાલયની મુલાકાત લેશે.

વડા પ્રધાન મોદી બુદ્ધ પૂર્ણિમાના અવસર પર તેમની એક કલાકની મુલાકાત દરમિયાન પશ્ચિમ નેપાળમાં લુમ્બિનીની મુલાકાત લેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બુદ્ધ પૂર્ણિમાને ભગવાન બુદ્ધની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે કહ્યું કે વર્ષ 2019માં બીજી વખત ચૂંટાયા બાદ વડાપ્રધાન મોદીની નેપાળની આ પ્રથમ મુલાકાત હશે. આ કાર્યક્રમમાં મોદીની સાથે નેપાળના વડાપ્રધાન દેઉબા પણ હાજરી આપશે. જોકે, ભારતના વિદેશ મંત્રાલયે હજુ સુધી વડાપ્રધાન મોદીની નેપાળ મુલાકાત અંગે સત્તાવાર જાહેરાત કરી નથી.

ઉલ્લેખનીય છે કે હાલ વડાપ્રધાન યુરોપના 3 દેશના પ્રવાસે છે ડેનમાર્ક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પેરિસ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરશે અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક ટ્વિટમાં કહ્યું, “હેલો પેરિસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસની મુલાકાતે પેરિસ પહોંચ્યા છે.” આ દરમિયાન પીએમ મોદીનું ફ્રાન્સની ધરતી પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેઓ તેમના સ્વાગત માટે તેમની હોટલની બહાર ઊભેલા ભારતીયોને પણ મળ્યા.