Not Set/ PM મોદીના કાકી નર્મદાબેનનું કોરોનાથી થયું અવસાન

મદાવાદની હોસ્પિટલમાં 10 દિવસથી દાખલ હતા. અને કોરોનાની સારવાર ચાલીરહી હતી. ઘણી કોશિશ કાર્ય બાદ પણ ડોકટરો તેઓને બચાવવામાં નિષ્ફળ રહ્યા છે.

Ahmedabad Top Stories Gujarat
corona spread 8 PM મોદીના કાકી નર્મદાબેનનું કોરોનાથી થયું અવસાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાકી નર્મદાબેન મોદીનું કોરાના ચેપને કારણે નિધન થયું હતું. તેઓ અમદાવાદની હોસ્પિટલમાં 10 દિવસથી દાખલ હતા. અને કોરોનાની સારવાર ચાલીરહી હતી. ઘણી કોશિશ કાર્ય બાદ પણ ડોકટરો તેઓને બચાવવામાં નિષ્ફળ રહ્યા છે.

નર્મદાબેન મોદીનું મંગળવારે સિવિલ હોસ્પિટલમાં નિધન થયું હતું. નર્મદાબેન (80) તેમના બાળકો સાથે શહેરના નવા રાણીપ વિસ્તારમાં રહેતા હતા.

વડા પ્રધાનના નાના ભાઈ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે અમારા કાકી નર્મદાબેનને લગભગ 10 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને કોરોના વાઇરસને કારણે તેમની તબિયત બગડી હતી.

પ્રહલાદ મોદીએ કહ્યું કે તેમણે આજે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેણે કહ્યું હતું કે તેમના કાકા જગજીવનદાસનું ઘણા વર્ષો પહેલા જ અવસાન થયું હતું.