Not Set/ PM ઇમરાન ખાને સુર મહારાણી લતા મંગેશકરને આપી શ્રદ્વાંજલિ,જાણો શું કહ્યું…

સ્વર કોકિલા લતા મંગેશકરના અવસાનથી પડોશી દેશ પાકિસ્તાનમાં તેમના ચાહકો પણ દુઃખી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ લતાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે

Top Stories World
IMRAN KHAN PM ઇમરાન ખાને સુર મહારાણી લતા મંગેશકરને આપી શ્રદ્વાંજલિ,જાણો શું કહ્યું...

ભારત રત્ન અને સ્વર કોકિલા લતા મંગેશકરના અવસાનથી પડોશી દેશ પાકિસ્તાનમાં તેમના ચાહકો પણ દુઃખી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ લતાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે ઉપખંડે વિશ્વના એક મહાન ગાયકને ગુમાવ્યો છે.

લતા મંગેશકરનું રવિવારે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. 92 વર્ષીય લતા મંગેશકર લગભગ એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. મંગેશકરની બહેન ઉષા મંગેશકર અને તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરોએ જણાવ્યું કે 92 વર્ષીય લતા મંગેશકરના ઘણા બધા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું જેના કારણે રવિવારે સવારે 8.12 વાગ્યે તેમનું અવસાન થયું હતું.

ચીનની ચાર દિવસની મુલાકાતે ગયેલા ઈમરાન ખાને ટ્વીટ કર્યું કે, લતા મંગેશકરના નિધનથી ઉપમહાદ્વીપએ વિશ્વના મહાન ગાયકોમાંથી એક ગુમાવ્યો છે. તેમના ગીતો સાંભળીને દુનિયાભરના ઘણા લોકોએ ખુશી મેળવી છે.

પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમણે દાયકાઓ સુધી સંગીતની દુનિયા પર રાજ કર્યું છે અને તેમના અવાજનો જાદુ હંમેશા અકબંધ રહેશે. “લતા મંગેશકરના નિધન સાથે સંગીતનો એક યુગ સમાપ્ત થાય છે. લતાએ દાયકાઓ સુધી સંગીતની દુનિયા પર રાજ કર્યું અને તેમના અવાજનો જાદુ જીવંત રહેશે,” ચૌધરીએ બેઇજિંગથી એક શોક સંદેશ ટ્વિટ કર્યો. તેમણે કહ્યું, “જ્યાં પણ ઉર્દૂ બોલવામાં અને સમજાય છે, ત્યાં લતા મંગેશકરને અલવિદા કહેનારા લોકોની ભીડ છે.”