Not Set/ રાહુલનાં યોગ દિવસ, આર્મી ડોગ સ્ક્વોર્ડને ટાંકીને કરેલા ટ્વીટથી વિવાદ

દુનિયાભરમાં યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો હતો ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી વિવાદને આમંત્રણ આપી દીધુ. રાહુલે સેનાના જવાનો અને સેનાની ડોગ સ્ક્વોર્ડ દ્રારા યોજવામા આવેલા યોગ અભ્યાસનો ફોટો પોતાનાં ઓફિસીયલ ટ્વીટર હેન્લર પર પોસ્ટ કરતા વિવાદ છેડાયો હતો. રાહુલ ગાંધીના આ ટ્વીટમાં બે ફોટો છે. આ બંને ફોટોમાં કુતરાઓ અને સેનાના […]

Top Stories India
Rahul gandhi રાહુલનાં યોગ દિવસ, આર્મી ડોગ સ્ક્વોર્ડને ટાંકીને કરેલા ટ્વીટથી વિવાદ

દુનિયાભરમાં યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો હતો ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી વિવાદને આમંત્રણ આપી દીધુ. રાહુલે સેનાના જવાનો અને સેનાની ડોગ સ્ક્વોર્ડ દ્રારા યોજવામા આવેલા યોગ અભ્યાસનો ફોટો પોતાનાં ઓફિસીયલ ટ્વીટર હેન્લર પર પોસ્ટ કરતા વિવાદ છેડાયો હતો.

rahul રાહુલનાં યોગ દિવસ, આર્મી ડોગ સ્ક્વોર્ડને ટાંકીને કરેલા ટ્વીટથી વિવાદ

રાહુલ ગાંધીના આ ટ્વીટમાં બે ફોટો છે. આ બંને ફોટોમાં કુતરાઓ અને સેનાના જવાન બંને એક સાથે યોગ કરતાં નજરે જોવા મળી રહ્યા છે. ફોટોમાં દેખાઈ રહેલા કુતરાઓ સેનાના છે અને 2-આર્મી ડોગ યુનિટનાં છે. રાહુલ દ્રારા આ તસવીરો સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે. “ન્યુ ઇન્ડિયા”. રાહુલનાં આ ટ્વીટ બાદ તુરંત જ પ્રતિક્રિયાનો મારો શરુ થઇ ગયો હતો અને આર્મી મામલે રાહુલ દ્રારા જે માનસીકતાથી ટ્વીટ કરકવામા આવ્યું છે તે જોતા વિવાદ આસાનીથી સમે તેવુ જણાઇ રહ્યુ નથી.

વિવાદ પર કેન્દ્રીય રક્ષામંત્રીએ ભાગવાન પાસે રાહુલ માટે સદ્દબુધ્ધી માગી છે. ટ્વીટદ્રારા રાહુલનાં ટ્વીટ પછી “ભાગવાન તેને સદ્દબુધ્ધી આપે” તેવી તીક્ષ-તીણી કટાક્ષ કરવામા આવી છે.

તો ગુજરાત અમદાવાદનાં પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશે રાવલે રાહુલ ગાંધીને આડે હાથ લેતા કહી દીધુ કે એ ડોગ પણ તમારીથી સ્માર્ટ છે.

rahul2 રાહુલનાં યોગ દિવસ, આર્મી ડોગ સ્ક્વોર્ડને ટાંકીને કરેલા ટ્વીટથી વિવાદ

ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા દ્રારા પણ રાહુલ ગાંધી પર ટ્વીટનાં માધ્યમથી  વળતો હુમલો કરી કઇક આવા અંદાજમાં રોષ ઠલવાયો હતો…

rahul1 રાહુલનાં યોગ દિવસ, આર્મી ડોગ સ્ક્વોર્ડને ટાંકીને કરેલા ટ્વીટથી વિવાદ

રાહુલ ગાંધી દ્રારા આર્મી મામલે ભાંગરો વટાયો હોવાની લાગણી સામાન્ય નાગરીકોમાં પણ જોવા મળી રહી છે. પોતાનાં રાજકીય હરીફોની આલોચનાં અને નીચું જોણ કરાવવા માટે આર્મીને માધ્યમ બનાવવું તો અયોગ્ય જ છે પરંતુ આ રીતે નીચી કક્ષા સાથે માધ્યમ બનાવવું તેનાથી પણ ખરાબ છે તેવી લાગણી સામાન્ય નાગરીકમાં પણ જોવા મળી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.