Not Set/ ટેન્ટસિટીમાં વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરી કચ્છને વિકાસકામોની ભેટ આપતા PM મોદી

ટેન્ટસિટીમાં વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરી કચ્છને વિકાસકામોની ભેટ આપતા PM મોદી

Top Stories Gujarat Others
jatoli shiv mandir 9 ટેન્ટસિટીમાં વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરી કચ્છને વિકાસકામોની ભેટ આપતા PM મોદી

@કૌશિક છાયા, કચ્છ

દેશના વડાપ્રધાન અને સવાયા કચ્છી એવા નરેન્દ્રભાઇ મોદીએ આજે સરહદી કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી,વડાપ્રધાનને કચ્છની ધરતી પર ઉમળકાભેર આવકાર અપાયો હતો

સફેદ રણ ધોરડો ખાતે આયોજિત કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ,ખાવડાના રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂર્હુત અને અંજારમાં સરહદ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો, આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સહિત અનેક મંત્રીઓ,કચ્છનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

jatoli shiv mandir 10 ટેન્ટસિટીમાં વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરી કચ્છને વિકાસકામોની ભેટ આપતા PM મોદી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દિલ્લીથી ભુજ એરપોર્ટ આવ્યા બાદ સીધા ધોરડો પહોંચયા હતા ધોરડો ખાતે વડાપ્રધાન કચ્છના પ્રગતીશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કર્યો હતો, ભૂકંપગ્રસ્તની યાદમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને અધિકારીઓ સાથે પીએમ મોદીએ સમીક્ષા કરી હતી.

કચ્છના હસ્તકલા કારીગરોને મળી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરી કચ્છને વિકાસકામોની ભેટ મોદી દ્વારા અપાઈ છે,આ ઉપરાંત દરિયાના પાણીને મીઠું બનાવવાના કચ્છના ગુંદિયાળી અને સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરાયુ હતુ,કચ્છ સરહદે મોટા રણમાં અદાણી ગૃપ દ્વારા સૌરઊર્જા અને પવનચક્કીથી ઉભા કરનાર ૩૦ હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતાં હાઇબ્રીડ એનર્જી પાર્કનું ભૂમિપૂજનથી કચ્છમાં વિકાસના નવા દ્વાર ખુલયા છે.

jatoli shiv mandir 11 ટેન્ટસિટીમાં વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરી કચ્છને વિકાસકામોની ભેટ આપતા PM મોદી

 સાથે સાથે સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરાયું હતું,વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રીય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા અંદાજે રૂ. ૧૨૯ કરોડથી વધુના ખર્ચે સ્વંય સંચાલિત ડેરી પ્લાન્ટનું ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન વિધિ કરાઈ હતી.

મોદીની ક્ચ્છ મુલાકાતથી તંત્રમાં પણ નવો દોરી સંચાર થયો છે પીએમની સુરક્ષા પણ જડબેસલાક ગોઠવાઈ હતી,ક્ચ્છ ભૂકંપ બાદ વિકાસશીલ બન્યું છે હવે વિકસિત બનવા જઇ રહ્યું છે.

આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ,મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સૌરભભાઈ પટેલ,કુંવરજી ભાઈ બાવળિયા,વાસણભાઇ આહીર,સાંસદ વિનોદભાઈ ચાવડા,તેમજ ધારાસભ્ય નીમાબેન,વિરેન્દ્રસિંહ,પ્રદ્યુમ્નસિંહ,માલતીબેન રાજ્યના પોલીસવડા,મુખ્ય સચિવ સહિતના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

નવસારી / ભારતીય રેલ્વેનો મોટો નિર્ણય, નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી …

ગોધરા / GPCBના લાંચિયા અધિકારી ગીરીજાશંકર સાધુના રેગ્યુલર જામીન નામં…

સુરત / માંડવી નાગરિક બેંકની ચૂંટણીમાં ફરીવાર વર્તમાન સહકાર પેનલ વિજ…

dharma / જટોલી શિવ મંદિર – પથ્થર ઉપર થાપટ મારતા સંભળાય છે ડમરું જેવો …

નારીશક્તિ / પૌત્ર રમાડવાની ઢળતી ઉંમરે અગરબત્તી વેચી ગુજરાન ચલાવે છે સ્વા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ
દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો