પ્રવાસ/ PM મોદીએ સ્વ. મહેશ-નરેશ બેલડીના ઘરે જઈ પાઠવી સાંત્વના

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતી દિગ્ગજ કલાકાર સ્વ. નરેશ કનોડિયા અને તેમના મોટા ભાઈ મહેશ કાનોડિયાને શ્રદ્ધાંજલિ આપવા પહોચ્યાં . ગયા એક પછી એક નિધન થયું હતું. કનોડિયા નિવાસ્થાન બહાર  પણ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Gujarat
modi 1 PM મોદીએ સ્વ. મહેશ-નરેશ બેલડીના ઘરે જઈ પાઠવી સાંત્વના

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવારથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આજે એટલે કે શુક્રવારે સવારે પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગતમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ, ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા  અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ , ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અમદાવાદ મેયર બીજલ બેન પટેલ વિગેરે એરપોર્ટ પર હાજર હતા.

તેમના ગુજરાત પ્રવાસમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. તેઓ સૌ પ્રથમ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપવા પહોચ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલનું ગુરુવારે લાંબી બીમારીના કારણે નિધન થયું હતું.

ત્યાર બાદ તેઓ કનોડિયા નિવાસસ્થાને પહોચ્યા છે. અને પરિવારજનોને સાંત્વના પાઠવી છે. ગુજરાતી દિગ્ગજ કલાકાર સ્વ. નરેશ કનોડિયા અને તેમના મોટા ભાઈ મહેશ કાનોડિયાનું નું એક પછી એક નિધન થયું હતું. કનોડિયા નિવાસ્થાન બહાર  પણ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કનોડિયા બંધુના ઘરે જે બંને ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમને જણાવ્યું હતું કે, દિલ્હી હોવાથી વહેલો ન આવી શક્યો. વધુમાં તેમણે ઇડર ધારાસભ્ય અને નરેશ કનોડિયાના પુત્ર  હિતુ કનોડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કનોડિયા બંધુ અમર થઈ ગયા છે. અને પીએમ મોદીએ હિતુ કનોડિયા અને પરિવારજનોને સાંત્વના આપી હતી.

PM મોદી  તેમની ગુજરાત મુલાકાત દરમિયાન અનેક પ્રોજેક્ટને લીલી ઝંડી આપશે.