Not Set/ ગીરમાં હાથમાં મરઘાં રાખીને સિંહને ખવડાવતા સાત શખ્સ ઝડપાયા

ગીર, ગીરના જંગલમાં બાબરિયા રેન્જમાં હાથમાં જીવતા મરઘાં પકડીને લોકોને ગેરકાયદેસર રીતે ‘લાયન શો’ કરાવતા સાત શખ્સોને વનવિભાગની ટીમે ઝડપી લીધા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી નજીક આવેલા ગીરના જંગલમાં આવેલી બાબરીયા રેન્જનાં જંગલમાં કેટલાક લોકો ગેરકાયદેસર ‘લાયન શો’ કરાવતા હોવાની માહિતી વનવિભાગને મળી હતી. આ માહિતીના આધારે વનવિભાગની ટીમે મધરાત્રે અઢી વાગ્યાના સુમારે ઉક્ત […]

Gujarat Others
GIR ગીરમાં હાથમાં મરઘાં રાખીને સિંહને ખવડાવતા સાત શખ્સ ઝડપાયા

ગીર,

ગીરના જંગલમાં બાબરિયા રેન્જમાં હાથમાં જીવતા મરઘાં પકડીને લોકોને ગેરકાયદેસર રીતે ‘લાયન શો’ કરાવતા સાત શખ્સોને વનવિભાગની ટીમે ઝડપી લીધા છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી નજીક આવેલા ગીરના જંગલમાં આવેલી બાબરીયા રેન્જનાં જંગલમાં કેટલાક લોકો ગેરકાયદેસર ‘લાયન શો’ કરાવતા હોવાની માહિતી વનવિભાગને મળી હતી. આ માહિતીના આધારે વનવિભાગની ટીમે મધરાત્રે અઢી વાગ્યાના સુમારે ઉક્ત વિસ્તારમાં છાપો માર્યો હતો. આ રેડ દરમિયાન બાબરિયા રેન્જના અભયારણ્ય વિસ્તારમાં હાથમાં જીવતા મરઘાં રાખી સિંહને ખવડાવતા સાત શખ્સોને વનવિભાગની ટીમે ઝડપી લીધા હતા.

આ દરોડામાં વનવિભાગની ટીમે તેમની પાસેથી એક કાર, બે મોટરસાઇકલ અને છ મોબાઇલ ફોન કબ્જે લીધા હતા. વનવિભાગની ટીમે આ તમામ શખ્સોની અટકાયત કરીને બાબરિયા રેન્જ થાણા (ચોકી)માં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ પૂછપરછ પછી તેમને પહેલાં ગિરગઢડા સરકારી દવાખાનામાં મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા હતા.

આ તમામ આરોપીઓને મેડિકલ ચેકઅપ બાદ ગિરગઢડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ સમક્ષ સાત પૈકીના છ આરોપીઓએ વનવિભાગ દ્વારા પોતાને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો એટલું જ નહિ તેમણે કોર્ટ સમક્ષ મારનાં નિશાનો બતાવ્યા હતા.

આ દરમિયાન વનવિભાગનાં એસીએફ વાઘેલા દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, આ તમામ લોકો અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ‘પેઇડ લાયન શો’ કરાવે છે. જેને લીધે સિંહોને અને વન્ય પ્રાણી સૃષ્ટિને ભારે નુકસાન થઇ રહ્યું છે.

જેના જવાબમાં કોર્ટ દ્વારા એવી ટકોર કરવામાં આવી હતી કે, હું સમજી શકું છું,  જે ચિત્ર જોઉં છું એ પ્રમાણે લાગે છે કે, ગેરકાયદેસર ‘પેઇડ લાયન શો’ થઇ રહ્યો છે. આ બાદ સાતેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.