Not Set/ લેખક ગીરીશ કર્નાડેએ ગળામાં લટકાવ્યું ‘મી ટુ અર્બન નક્સલ’ નું પાટિયું, તો એમની વિરુદ્ધ થઇ ફરિયાદ

કન્નડ ભાષાનાં જાણીતા લેખક ગીરીશ કર્નાડ પત્રકાર – કાર્યકર્તા ગૌરી લંકેશની પહેલી વરસી પર બેંગ્લોરમાં પાંચ સપ્ટેમ્બરે યોજવામાં આવેલા એક કાર્યક્રમ દરમ્યાન ‘મી ટુ અર્બન નક્સલ’( હું પણ નક્સલી) નું પાટિયું ગળામાં લટકાવીને બેઠા હતા. આવું પાટિયું લટકાવવા બદલ એક વકીલે શુક્રવારે તેમનાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં વકીલ અમૃતેશ એન.પી. એ કહ્યું કે, […]

Top Stories India
mantavya news . 2 લેખક ગીરીશ કર્નાડેએ ગળામાં લટકાવ્યું ‘મી ટુ અર્બન નક્સલ’ નું પાટિયું, તો એમની વિરુદ્ધ થઇ ફરિયાદ

કન્નડ ભાષાનાં જાણીતા લેખક ગીરીશ કર્નાડ પત્રકાર – કાર્યકર્તા ગૌરી લંકેશની પહેલી વરસી પર બેંગ્લોરમાં પાંચ સપ્ટેમ્બરે યોજવામાં આવેલા એક કાર્યક્રમ દરમ્યાન ‘મી ટુ અર્બન નક્સલ’( હું પણ નક્સલી) નું પાટિયું ગળામાં લટકાવીને બેઠા હતા. આવું પાટિયું લટકાવવા બદલ એક વકીલે શુક્રવારે તેમનાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોતાની ફરિયાદમાં વકીલ અમૃતેશ એન.પી. એ કહ્યું કે, ‘શહેરી નક્સલ એ છે જે દેશ  વિરોધી વિદ્રોહ ફેલાવી રહ્યા છે.’ એમણે કર્નાડને તાત્કાલિક ઘર પકડ કરવાની માંગ કરી છે. વકીલે કહ્યું કે, આ રીતે ગળામાં આવું પાટિયું પહેરીને કર્નાડે નક્સલવાદની હિંસક અને અપરાધિક ગતિવિધિઓને પ્રચારિત / ભડકાવાની અને પ્રસારિત કરવાનો પ્રયાસ કર્યો છે.

mantavya news . 3 લેખક ગીરીશ કર્નાડેએ ગળામાં લટકાવ્યું ‘મી ટુ અર્બન નક્સલ’ નું પાટિયું, તો એમની વિરુદ્ધ થઇ ફરિયાદ
police complaint filed against writer girish karnad for wearing an urban-Naxal placard in his neck

વકીલ અમૃતેશ એન.પી. એ કહ્યું કે, એમ કઈ રીતે કોઈ એક પ્રતિબંધિત સંગઠનનું બેનર રાખી શકે અને એનું સમર્થન કરી શકે. રાજ્ય સચિવાલયના પોલીસે કહ્યું કે, એમણે ફરિયાદ હલાસુર ગેટ પોલીસ થાણાને મોકલી દીધી છે. બુધવારે લંકેશના ઘરની બહાર આયોજિત એક કાર્યક્રમમાં કર્નાડેએ ઘણાં અન્ય કાર્યકર્તાઓ સાથે હિસ્સો લીધો હતો. આ કાર્યક્રમમાં હિસ્સો લેનારા લોકોએ પ્રદર્શન પણ કર્યું હતું. આ પ્રદર્શન માઓવાદીઓ સાથે સંબંધ હોવાના આરોપ પર દેશભરનાં પાંચ કાર્યકર્તાઓને એમનાં ઘરમાં નજર બંધ કરવામાં આવ્યા હતા એનાં વિરુદ્ધમાં હતું.

ગીરીશ કર્નાડ લેખક, એક્ટર ઉપરાંત નાટયકાર પણ છે. કર્નાડને એમનાં ઉમદા કાર્ય માટે જ્ઞાનપીઠ એવોર્ડ , પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.