Patan News: પાટણ જીલ્લાના સિદ્ધપુર તાલુકામાં મહિલા અને તેના પતિ દ્વારા વેપારી પાસે ખંડણી માંગતા વેપારીએ સિદ્ધપુર પોલીસમાં ફરિયાદ કરી છે તેમજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માહિતી મુજબ, પાટણમાં લાલપુરની મહિલા અને તેના પતિએ વેપારી અનિલજી નિર્મલજી ઠાકોરને લોનના બહાને ઘરે બોલાવ્યો હતો. બાદમાં લોનના બહાને વેપારી પાસેથી રૂપિયા 3 લાખની ખંડણી માંગી હતી. ખોલવાડાના વેપારીને ઘરે બોલાવી લાખો રૂપિયા માંગતા વેપારી અનિલજી નિર્મલજી ઠાકોરે મહિલા અને તેના પતિ વિરૂદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. સિદ્ધપુર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ખારાઘોડા ફેક્ટરીમાં સર્જાયેલ દુર્ઘટનામાં વ્યક્તિનું સારવાર દરમિયાન મોત
આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ
આ પણ વાંચો: Anand/બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ
