Ahmedabad/ જુહાપુરામાં બાળકી મળી હોવાની ફરિયાદ કરનાર નિકળ્યો બાળકીનો પિતા, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

અમદાવાદમાં ત્રણ દિવસ પહેલા અલગ અલગ વિસ્તારોમાં એક જ દિવસમાં 4 ત્યજી દિધેલી બાળકીઓ મળી આવી હતી. જેમાં વેજલપુર અને જુહાપુરામાંથી બાળકીઓ મળી આવતા વેજલપુર પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

Ahmedabad Gujarat
a 209 જુહાપુરામાં બાળકી મળી હોવાની ફરિયાદ કરનાર નિકળ્યો બાળકીનો પિતા, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદમાં ત્રણ દિવસ પહેલા અલગ અલગ વિસ્તારોમાં એક જ દિવસમાં 4 ત્યજી દિધેલી બાળકીઓ મળી આવી હતી. જેમાં વેજલપુર અને જુહાપુરામાંથી બાળકીઓ મળી આવતા વેજલપુર પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. રખિયાલમાં રહેતા સરફુદ્દીન મન્સુરી નામનાં રિક્ષાચાલકે પોલીસમાં ફરિયાદ આપી હતી કે તે લોડીંગ રિક્ષા લઈને ફતેવાડી મેટ્રો સ્ટેશનથી રખિયાલ તરફ જઈ રહ્યો હતો તે સમયે એક કુતરો તેના મોઢામાં જાંબલી કલરના સ્વેટરમાં કઈંક લઈ જતા જોયો હતો અને નજીક જઈને જોતા તેને આ બાળકી મળી હતી.

આ પણ વાંચો : સુરતમાં માસૂમ અસુરક્ષિત, બાળકીનું અપહરણ કરાયા બાદ આચરવામાં આવ્યું દુષ્કર્મ

તેણે બાળકીને પોતાનાં ઘરે લઈ ગયો હતો અને બાળકીને સાફ કરી તેની પત્નિએ તેને દૂધ પીવડાવ્યુ હતુ અને રાત્રે તેના મોટા ભાઈ આવતા પોલીસને બાળકી અંગે જાણ કરી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

આ મામલે પોલીસે ક્રોસ તપાસ કરતા ફરિયાદી પોતે જ આ ત્યજી દિધેલી બાળકીનો પિતા હોવાનુ સામે આવ્યુ છે. રિક્ષાચાલક સરફુદ્દીન મન્સુરીને હાટકેશ્વરની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો જે યુવતી થકી આ બાળકીનો જન્મ થયો હતો. જે બાળકીનો નિકાલ કરવા માટે તેણે જાતે આ બાળકીને જુહાપુરા ખાતે લઈ જઈ પોલીસમાં બાળકી મળી હોવાની ફરિયાદ કરી હતી.આ મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધી બાળકીની માતા સહિત યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ