પોલીસ હેડક્વાર્ટર/ પ્રાથમિક શાળાના માસૂમોની વેદનાનો મામલો ગોધરાથી ગાંધીનગર પહોંચ્યો

ગોધરા ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં આવેલ પ્રાથમિક શાળાના માસૂમ વિદ્યાર્થીઓને યેનકેન પ્રકારે અન્યત્ર શાળામાં સમાવેશ કરીને ખદેડી મુકવાના તંત્રના આ અહમના ટકરાવ સામે વાલીઓમાં ઉભા થયેલા

Gujarat
gadhiii પ્રાથમિક શાળાના માસૂમોની વેદનાનો મામલો ગોધરાથી ગાંધીનગર પહોંચ્યો

ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને વાલીઓ કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સમક્ષ ગંભીર રજુઆતથી માહૌલ ગરમાયો..!!
ગોધરા ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં આવેલ પ્રાથમિક શાળાના માસૂમ વિદ્યાર્થીઓને યેનકેન પ્રકારે અન્યત્ર શાળામાં સમાવેશ કરીને ખદેડી મુકવાના તંત્રના આ અહમના ટકરાવ સામે વાલીઓમાં ઉભા થયેલા.

આ અસંતોષના આક્રોશનું એક પ્રતિનિધી મંડળ ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીના નેતૃત્વમાં ગોધરાથી ગાંધીનગર પહોંચીને રાજ્ય સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજયકક્ષાના ઉચ્ચ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને રૂબરૂમાં મળીને માસૂમ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સલામતી સંદર્ભમાં લેખિત રજૂઆતો સાથે અસરકારક રજુઆત કરી હતી.

ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને વાલી મંડળની આ રજુઆત સંદર્ભમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી વિદ્યાર્થીઓને અન્યત્ર શાળામાં સમાવેશ કરવાના આ દુરાગ્રહના ઓરડા રીપેરીંગના વહીવટનો સમગ્ર અહેવાલ ગોધરાથી ગાંધીનગર પહોંચતો કરવાના આજના આદેશો બાદ સંભવતઃ આ મામલો ગરમ બને એવા એંધાણો દેખાઈ રહયા છે.!!

ગોધરા સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ પ્રાથમિક શાળાના ૩૨૦ જેટલા માસૂમ વિદ્યાર્થીઓને જર્જરીત ઓરડાઓના પુનઃ બાંધકામ માટે ૧૦૦ વર્ષો જૂની જર્જરીત કહેવાતી શાંતિકુમાર શાળામાં સમાવેશ કરવાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ના આ હઠાગ્રહ ભર્યા આદેશ સામે વાલીઓમાં ઉભા થયેલા ભારે અસંતોષ અને માસૂમ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સલામતીઓ માટે ગોધરા ભા.જ.પ.ના ધારાસભ્ય સી.કે.રાઉલજી ખુદ મેદાનમાં ઉતર્યા બાદ આજરોજ વાલી મંડળના પ્રતિનિધીઓ સાથે ગાંધીનગર જઈને કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજયકક્ષાના મંત્રી કુબેર ડીંડોર સમક્ષ રૂબરૂમાં લેખિત રજુઆત કરીને પોલીસ હેડક્વાર્ટરની આ પ્રાથમિક શાળા માંથી માસૂમ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સલામતી ઓની ચિંતાઓ કર્યા વગર શાળા ખાલી કરાવવાના વહીવટી સત્તાધીશોના દુરાગ્રહ સામે ગંભીર રજુઆત કરી હતી.