દેશમાં કોરોના મહામારી વચ્ચે ગેરકાયદેસર સોના, ચાંદી અને હીરા જેવી કિંમતી ધાતુની હેરાફેરી કરતા બનાસકાંઠાનાં ત્રણ શખ્સો ઝડપાયા છે. મળી રહેલી માહિતી અનુસાર આ માલ આગ્રાથી અમદાવાદ લવાતો હતો. આ ગેરકાયદેસર માલનો જથ્થો આગ્રાથી અમદાવાદ જતી બસમાંથી ઝડપાયો હતો.
પોલીસે સોના-ચાંદી હીરા સહિત કુલ 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે ઇમરાન હાપાની ( રહે. ફિરોજપુરા, બનાસકાંઠા ), અહમદ જુબેર ( રહે. ફતેજગઢ, બનાસકાંઠા ) અને આસિફ કુંભાર (રહે. ઇસ્લામપુરા ) ની અટકાયત કરી હતી. સ્વરૂપગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
