Surendranagar News/ સુરેન્દ્રનગરમાં ફાર્મ હાઉસમાં પોલીસનો દરોડો : દારૂના જથ્થા સાથે 66 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે એક આરોપીની ધરપકડ કરી, 10 આરોપી ફરાર

Top Stories Gujarat

Surendranagar News :  સુરેન્દ્રનગરમાં SMC(સ્ટેટ મોનીટરિંગ સેલ)ના અધિકારીઓેએ દારૂમનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે.એસએમસીની ટીમને માહિતી મળી હતી કે ચોટીલાના નવા વિલેજ કમલેશભાઈ ભીમજીભાઈ ઢોલાના ફાર્મમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રૂ.31,02,243 ની કિંમતની વિદેશી દારૂની 5433 બોટલો કબજે કરી હતી.

તે સિવાય 3 વાહનો પણ કબજે કર્યા હતા. આમ પોલીસે દારૂનો જથ્થો અને વાહનો મળીને કુલ રૂ. 66,09,243 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે આ કેસમાં ચોટીલાના નવા ગામના રહેવાસી વિજય એમ,ચૌહાણની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મંગાવનાર અને કટીંગ કરનારા શખ્સ ઉપરાંત વાહનોના માલિકો અને દારૂનો જથ્થો મોકલનારા શખ્સો મળીને કુલ 10 આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગીર સોમનાથમાં 1 હજાર વીઘાથી વધુની ગૌચરની જમીન પર બુલડોઝર ફેરવી દેવાયું

આ પણ વાંચો:ગેરકાયદે બાંધકામ પર ભૂપેન્દ્રભાઈનું બુલડોઝર જરૂરથી ચાલશે : હર્ષ સંઘવી

આ પણ વાંચો:મિલકતો પર બુલડોઝર ફેરવવાનો આડેધડ નિર્ણય અયોગ્ય, CJIએ નિવૃતિ સમારંભમાં કરી ટિપ્પણી