Gujarat/ 31 ડિસેમ્બર પહેલા અમદાવાદમાં પોલીસનો સપાટો, આંબાવાડી વિસ્તારમાંથી ઝડપી દારૂની ફેક્ટરી

31 ડિસેમ્બર અને નવા વર્ષની પાર્ટીને હવે ગણતરીનાં દિવસો બાકી છે અને આ દિવસોમાં મોટા પ્રમાણમાં દારૂની રેલમછેલ થતી હોય છે, ત્યારે રાજ્યમાં દારૂબંધીનો અમલ કરાવવા માટે પોલીસે સઘન તપાસ શરુ કરી છે…

Ahmedabad Gujarat
zzas 154 31 ડિસેમ્બર પહેલા અમદાવાદમાં પોલીસનો સપાટો, આંબાવાડી વિસ્તારમાંથી ઝડપી દારૂની ફેક્ટરી

31 ડિસેમ્બર અને નવા વર્ષની પાર્ટીને હવે ગણતરીનાં દિવસો બાકી છે અને આ દિવસોમાં મોટા પ્રમાણમાં દારૂની રેલમછેલ થતી હોય છે, ત્યારે રાજ્યમાં દારૂબંધીનો અમલ કરાવવા માટે પોલીસે સઘન તપાસ શરુ કરી છે અને સપાટો બોલાવવામાં આવી રહ્યો છે, ત્યારે હવે અમદાવાદનાં આંબાવાડી વિસ્તારમાંથી એક દારૂની ફેક્ટરી ઝડપાઈ છે.

આ સમયે આંબાવાડી વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાંથી વિદેશી બ્રાન્ડનો નકલી દારૂ બનાવવાની ફેક્ટરી મળી છે. આ પહેલા પોલીસે બાતમીનાં આધારે રેડ પાડી ફેક્ટરી ઝડપી પાડી હતી અને બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે દારૂની બોટલ નંગ-152 ,ખાલી બોટલો નંગ-235, બૂચ નંગ-60 અને જુદી જુદી બ્રાન્ડનાં સ્ટીકર નંગ-150 એમ કૂલ રૂપિયા/-1,89,784 નો મુદ્દા માલ કબજે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, 31st ડિસેમ્બર નજીક આવતા દારૂનાં રસિયાઓ દોસ્તો સાથે મળીને સંઘ પ્રદેશ ખાતે નવા વર્ષની ઉજવણી કરવા જતા હોય છે. દર વર્ષે થર્ટી ફર્સ્ટનાં દિવસે સંઘ પ્રદેશથી નશો કરી આવતા લોકો ઉપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આવુ જ કઇંક આ વર્ષે પણ જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં આ વર્ષે કોઇ પણ બોર્ડરથી ગુજરાતની સીમામાં દારૂ ન પહોંચે તે માટે પોલીસ સતર્ક બની છે. ત્યારે પોલીસની આ સતર્કતાથી દારૂનાં રસિયાઓમાં ખૌફનો માહોલ જોવા મળે તો નવાઇ નહી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો