Police raided/ સિંધુભવન રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો

છ હુક્કા અને 75 ફ્લેવર સાથે 16 હજારનો મુદ્દામાલ કબજે

Ahmedabad Gujarat
Beginners guide to 2024 04 13T202427.090 સિંધુભવન રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો

Ahmedabad News : અમદાવાદના સિંધુભવન રોડ પર તાજ હોટેલ નજીક આવેલા એક હુક્કાબાર ઉપર પોલીસે દરોડો પાડીને હુક્કા સહિત 16, 580 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સિંધુભવન રોડ પર તાજ હોટેલ નજીક લોંજ કાસાનોવા રેસ્ટોરન્ટમાં ગેરકાયદે હુક્કાબાર ચાલતો હોવાની માહિતી પોલીસને મળી હતી. હુક્કાબારમાં હર્બલ ફ્લેવરની અંદર નિકોટીન યુક્ત ફ્લેવર એડ કરીને ગ્રાહકોને પીરસવામાં આવતી હોવાની માહિતી મળી હતી.  જેને આધારે સરખેજ પોલીસે તેમની ટીમ સાથે 12 એપ્રિલના રોજ આ હુક્કાબાર પર દરોડો પાડ્યો હતો.

જેમાં હુક્કાબારના માલિક પિન્કેશ કિરીટભાઈ પટેલ, મેનેજર ધર્મેશ એ.બગડા, અન્ય નોકરી કરતા કર્મચારીઓ અને હુક્કાની મોજ માણવા આવતા 32 પૂરૂષ ગ્રાહકો મળી આવ્યા હતા. પોલીસે પિન્કેશ પટેલની પુછપરછ કરતા તેણે પોતે તથા રાજદીપ નવીનચંદ્ર સોનીતતા કમલેશ પ્રેમજીભાઈ બગડા એમ ત્રણ પાર્ટનર હોવાનું જણાવ્યું હતું.

પોલીસે અહીંથી 6 હુક્કા, વિવિધ ફ્લેવરના 75 પેકેટ, હુક્કાની નળીઓ તથા અન્ય સામગ્રી મલીને કુલ રૂ. 16,580 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં કાળઝાળ ગરમીનો આતંક, 40 ડિગ્રી પંહોચેલ તાપમાનમાં આવશે પલટો

આ પણ વાંચો: Surat Case/સુરતમાં નોકરીની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો: Gujarat-Engineering/ગુજરાતની એન્જિનિયરિંગ સેક્ટરની નિકાસ વધીને એક લાખ કરોડ રૂપિયાની નજીક