રાજકોટ/ પોલીસે રૈયાધારના અનેક વિસ્તારોમાં દરોડા પાડતા, દારૂ સાથે 8 શખ્સ પકડાયા

અંતર્ગત જ આજે સવારે જઆજે રવિવારે વહેલી સવારે ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસની ટીમોએ દારૂની ડ્રાઇવ યોજી હતી

Gujarat Rajkot
Untitled 1 4 પોલીસે રૈયાધારના અનેક વિસ્તારોમાં દરોડા પાડતા, દારૂ સાથે 8 શખ્સ પકડાયા

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતા બુટલેગરોમાં જાણે તહેવારોની મોસમ આવી હોય તેવું જોવા મળી રહ્યું છે  . જે અંતર્ગત જ આજે સવારે જઆજે રવિવારે વહેલી સવારે ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસની ટીમોએ દારૂની ડ્રાઇવ યોજી હતી. જેમાં ઘંટેશ્વર 25 વારીયા વિસ્તાર, છોટુનગર અને રૈયાધાર વિસ્તારમાં દરોડા પાડી મહિલાઓ સહિત 8 શખસને દારૂ સાથે પકડ્યા હતા. પોલીસે 68 લિટર દેશી દારૂ ઝડપી પાડ્યો  હતો.

આ પણ વાંચો ;નિવેદન / નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ 370 કલમ માટે જાણો શું કહ્યું….

આ ઉપરાંત ગાંધીગ્રામ પોલીસે છોટુનગરમાં રહેતા વજુ બાઘુભાઇ વાજેલીયા, મધુબેન ઉર્ફે મધી દેવરાજ વાજેલીયા અને જીતેષ ઉર્ફે ચકો કાળુભાઇ ઢાંઢનપરીયાને 1704 રૂપિયાના 13 લિટર સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે યુનિવર્સિટીની ટીમે રૈયાધારમાં દરોડા દરમિયાન સાગર બાબુભાઇ સાડમીયા, સાગર રાયધનભાઇ સાડમીયા, અજય ઉર્ફે બીસો કાળુભાઇ મકવાણા, વસંતબેન બાબુભાઇ વાજેલીયા અને નીમુ રાજુ વઢવાણીયાને 1100 રૂપિયાના 55 લિટર દેશી દારૂ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો ;ભરૂચ / જંબુસરમાં ધર્માંતરણ માટે મોકલવામાં આવેલા રૂ. 27 લાખ રોકડા ઝડપાયા

 તેમજ ગઇકાલે જ રાજકોટ શહેરનાં સોખડા ગામ તેમજ નાકરાવાડી ગામ વચ્ચેની સીમ ખાતે નાયબ પોલીસ કમિશ્નર ઝોન-2 મનોહરસિંહ જાડેજા સાહેબ, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ પુજાબેન જોટાણીયા તેમજ નશાબંધી અને આબકારી ખાતાના ઇન્ચાર્જ અધિક્ષક એ. ગોહિલની અધ્યક્ષતામાં નાશ કરવામાં આવ્યો હતો