Not Set/ ગોંડલ ભંગાર વીણવા આવેલી મહિલાની આઠ વર્ષની બાળા વિખૂટી પડી તો રાત્રે પોલીસે મિલન કરાવ્યું

વિશ્વાસ ભોજાણી -મંતવ્ય ન્યુઝ જેતપુરની મહિલા ગામેગામ ભંગાર વીણી ઘર ગુજરાન ચલાવતા હોય ગોંડલ આવ્યા ત્યારે બાળા સાથે આવી હતી અને વિખૂટી પડી ગઈ હતી. કોરોના ના કારણે શ્રમિક પરિવારની આર્થિક પરિસ્થિતિ વધુ વિકટ બની છે ત્યારે જેતપુર રહેતા મહિલા ભંગાર વીણવા માટે ગોંડલ આવેલા હોય અને તે દરમિયાન આઠ વર્ષની બાળા વિખૂટી પડી જતા […]

Gujarat Others
Untitled 347 ગોંડલ ભંગાર વીણવા આવેલી મહિલાની આઠ વર્ષની બાળા વિખૂટી પડી તો રાત્રે પોલીસે મિલન કરાવ્યું

વિશ્વાસ ભોજાણી -મંતવ્ય ન્યુઝ

જેતપુરની મહિલા ગામેગામ ભંગાર વીણી ઘર ગુજરાન ચલાવતા હોય ગોંડલ આવ્યા ત્યારે બાળા સાથે આવી હતી અને વિખૂટી પડી ગઈ હતી.

કોરોના ના કારણે શ્રમિક પરિવારની આર્થિક પરિસ્થિતિ વધુ વિકટ બની છે ત્યારે જેતપુર રહેતા મહિલા ભંગાર વીણવા માટે ગોંડલ આવેલા હોય અને તે દરમિયાન આઠ વર્ષની બાળા વિખૂટી પડી જતા ” ગરીબીમે આટા ગિલા ” કહેવત યથાર્થ થવા પામી હતી એક તો મુશ્કેલી થી ઘેરાયેલું જીવન અને માસુમ બાળા ભૂલી પડી હોય જેની મદદે તાલુકા પોલીસે આવી માસુમ બાળા સાથે તેની માતા નું મિલન કરાવતા હર્ષના આંસુ વહી રહ્યા હતા.

ટીવી સિરિયલ કે હિન્દી ફિલ્મમાં “ગરીબી મે આટા ગીલા” સંવાદ અચૂક સાંભળ્યો હશે આવી જ કંઈક પરિસ્થિતિ મૂળ જામકંડોરણાના અને હાલ જેતપુર નજપર ચોકડી પાસે રહેતા સોનલબેન ઉર્ફે શારદાબેન અશોકભાઈ કાવઠિયા ની થવા પામી હતી આર્થિક પરિસ્થિતિ તંગી ને પહોંચી વળવા ભંગાર વીણી ગુજરાન ચલાવતા હોય ભંગાર વીણવા માટે ગોંડલ આવ્યા હતા સાથે આઠ વર્ષની માસૂમ બાળા પૂનમ પણ આવી હતી શહેરના રાજમાર્ગો પર ભંગાર વીણતા વીણતા અચાનક પૂનમ વિખૂટી પડી જતા દ્વિધામાં મુકાયા હતા સદનસીબે ગોંડલ તાલુકા પોલીસ પીએસઆઇ એમ જે પરમાર કોન્સ્ટેબલ રઘુભાઈ ઘેડ વિજયભાઈ ગોહિલ તેમજ અરવિંદભાઈ ગોહિલ સહિતના પેટ્રોલીંગમાં નીકળ્યા હતા ત્યારે પૂનમ મળી આવતા જેતપુર સુધી દોડી જઇ તેની માતા સાથે મિલન કરાવતા હર્ષના આંસુ વહી રહ્યા હતા તાલુકા પોલીસની સરાહનીય કામગીરીને સર્વે એ બિરદાવી હતી