Bhavnagar News: ભાવનગરનાં ઠાડાય ગામમાં વ્હેલની ઉલટી (Ambergris)નો જથ્થો ઝડપી પોલીસે ઈસમની ધરપકડ કરી છે. ગેરકાયદે પોતાના ઘરે વ્હેલ (Whale)ની એમ્બરગ્રીસ (Ambergris)નો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હતો. પાલિતાણા ગ્રામ્ય પોલીસે બાતમીનાં આધારે આરોપીને ઝડપી એક કિલો જેટલી વ્હેલની ઉલટી (Whale’s Ambergris) પણ કબ્જે કરી હતી.
ભાવનગર જિલ્લામાંથી વ્હેલ (Whale)ની ઉલટી (Ambergris)માંથી ઉત્પન્ન થતો પદાર્થ એમ્બરગ્રીસ ઘણી વખત જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુપ્ત માહિતીના આધારે, ભાવનગર SOG પોલીસે કરોડોની કિંમતનો એમ્બરગ્રીસ (Ambergris) જપ્ત કર્યો છે. એમ્બરગ્રીસ (Ambergris) સાથે એક વ્યક્તિ પકડાયા બાદ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતો. તો બીજી બાજુ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch)ને મોટી સફળતા મળી હતી.
વ્હેલની એમ્બરગ્રીસ (Whale’s Ambergris)ને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. વ્હેલ (Whale)ની એમ્બરગ્રીસ સાથે 4 ઈસમો ઝડપાયા છે, એમ્બરગ્રીસની આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માગ હોવાથી એમ્બરગ્રીસની મોટી માત્રામાં હેરાફેરી થતી હતી. ક્રાઈમ બ્રાન્ચે 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 2.904 કિલોગ્રામ માછલીની એમ્બરગ્રીસ ઝડપી પાડી 4 ઈસમોને રંગે હાથ ઝડપ્યા છે. મુખ્ય આરોપી આમીર જથ્થો વેચવા શહેરમાં ફરતો હતો, ઉસમાન શેખ, સહાદતઅલી ઉર્ફે બાબુ રંગરેઝ, હનીફ સઈદ શેખ, આમીર મનસુરીની પણ ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વ્હેલના આંતરડામાં ઉત્પન્ન થતો મીણ જેવો પદાર્થ; ખાસ કરીને પરફ્યુમ અને ચાઇનીઝ દવાઓ બનાવવામાં વપરાય છે.
વ્હેલ (Whale)ની ઉલટીમાંથી ખૂબ જ ખરાબ ગંધ આવે છે. જોકે, થોડા સમય પછી ઓછી થઈ જાય છે. પરફ્યુમમાં એમ્બરગ્રીસ (Ambergris)નો ઉપયોગ કરવાથી તેની સુગંધ લાંબા સમય સુધી રહે છે. આ કારણોસર, ઘણી કંપનીઓ વ્હેલ (Whale)ની ઉલટી માટે ઊંચી કિંમત ચૂકવવા તૈયાર છે. પરફ્યુમ સિવાય વ્હેલની ઉલટી (Ambergris)નો ઉપયોગ ઘણી દવાઓમાં પણ થાય છે. જાતીય સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ખાસ કરીને દવાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય સિગારેટનો સ્વાદ ચડાવવા માટે પણ ઉલટી (Ambergris)નો ઉપયોગ થાય છે. વ્હેલની ઉલટીને તરતું સોનું તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો:કેમ કરોડોમાં વેચાય છે ‘વ્હેલ વોમિટ’, ભારતમાં છે પ્રતિબંધ
આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વ્હેલની એમ્બરગ્રીસ સાથે 4 ઈસમોને ઝડપી પાડ્યા
