Sabarkantha News/ પોલીસે ગણતરીના કલાકોમાં સાબરકાંઠા બ્લાસ્ટ કેસ ઉકેલ્યો, એકની ધરપકડ, પ્રેમપ્રકરણ કારણભૂત

સાબરકાંઠાના વડાલીના વેડા ગામે આજે બપોરે થયેલા બ્લાસ્ટ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસની સમગ્ર ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલવામાં સફળતા મળી છે.

Top Stories Gujarat Others Breaking News
Beginners guide to પોલીસે ગણતરીના કલાકોમાં સાબરકાંઠા બ્લાસ્ટ કેસ ઉકેલ્યો, એકની ધરપકડ, પ્રેમપ્રકરણ કારણભૂત

Sabarkantha News: સાબરકાંઠાના (Sabarkantha)વડાલીના વેડા (Veda) ગામે આજે બપોરે થયેલા બ્લાસ્ટ (Blast) મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસની સમગ્ર ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલવામાં સફળતા મળી છે. મૃતકની પૂર્વ પ્રેમિકાના પતિએ રાજસ્થાનથી ખરીદાયેલા ડીટોનેટરને (Detonator) ટેપ રેકોર્ડરમાં ફીટ કરી મૃતકના ઘરે મોકલાવતા સમગ્ર બ્લાસ્ટની ઘટનાને અંજામ અપાયો હતો જો કે આરોપી ને ઝડપી લેવામાં સફળતા મળી છે.

સાબરકાંઠાના વડાલીના વેડા ગામે આજે બપોર બાદ જીતેન્દ્ર વણઝારાના ઘરે અજાણ્યા રીક્ષા ચાલકે એક ટેપ રેકોર્ડર જેવું બોક્સ મોકલાવી હતું જે ખોલતા અચાનક બ્લાસ્ટ થયો હતો. અચાનક થયેલા બ્લાસના પગલે જીતેન્દ્ર વણઝારા સહિત તેમની 12 વર્ષીય  દીકરી ભૂમિકા વણઝારા નું મોત થયું હતું નાનકડા ગામમાં થયેલા બોમ્બ ધડાકા ના પગલે સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા તેમ જ સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત એનએસજી પોલીસ પણ તપાસમાં જોતરાઈ હતી.

પોલીસને વ્યાપક પાયા પર તપાસ કરીને ગણતરીના કલાકોમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો. આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ એ તાત્કાલિક ધોરણે રિક્ષાચાલકની ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી જ્યાં રીક્ષા ચાલકને એકટીવા ચાલક દ્વારા બોક્સ અપાતું હોવાના ધ્યાને આવતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા જયંતિ વણઝારા નામના વ્યક્તિએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલાત કરી છે….

બોમ્બ બ્લાસ્ટ કરવા માટે  રાજસ્થાનથી ડીટાનેટર મંગાવ્યા હતા તેમજ આ ડીટોનેટરને ટેપ રેકોર્ડર જેવા બોક્સમાં લગાવી દીધુ હતુ, જેના પગલે મૃતક યુવકે ટેપ રેકોર્ડર સમજીને પ્લગમાં વાયર નાખતા ધડાકો સર્જાયો હતો. તેના લીધે પિતા પુત્રીના મોત થયા છે તેમજ અન્ય બે સગીરાઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. જોકે સમગ્ર બ્લાસ્ટ માટે મૃતક યુવકની પૂર્વ પ્રેમિકા હોવાના મામલે ધડાકો થયા હોવાનું ખુલ્યું છે જેમાં આરોપીની પત્ની એ પૂર્વ પ્રેમી હોવાના પગલે આ સંબંધ ન ગમતો હોવાના લીધે હત્યાકાંડ કર્યો હોવાનું સ્વીકારતા તેની અટકાયત કરાઈ છે તેમજ વધુ તપાસ હાથ ધરાઇ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા

આ પણ વાંચો:  પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ

આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે