Political/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમયે ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતની મુલાકાતે, સરકારમાં પણ મચી હલચલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમયે રાકૈશ ટિકૈતે લેવાની જાહેરાત કરી છે, ત્યારબાદ હવે રાજ્ય સરકાર, સેન્ટ્રલ અને સ્ટેટ આઇબી તથા રાજકીય ક્ષેત્રે હલચલ મચી ગઇ છે. રાજ્ય સરકારે આશંકા છે

Gujarat Others
a 145 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમયે ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતની મુલાકાતે, સરકારમાં પણ મચી હલચલ

ગુજરાતમાં એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓમાં ચહલપહલ મચી છે, ત્યારે બીજી તરફ કેન્દ્રની મોદી સરકારના ત્રણ કૃષિ કાયદાની સામે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનના નેતા રાકૈશ ટિકૈતે હવે ગુજરાતની મુલાકાતે આવનાર છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમયે રાકૈશ ટિકૈતે લેવાની જાહેરાત કરી છે, ત્યારબાદ હવે રાજ્ય સરકાર, સેન્ટ્રલ અને સ્ટેટ આઇબી તથા રાજકીય ક્ષેત્રે હલચલ મચી ગઇ છે. રાજ્ય સરકારે આશંકા છે કે, રાજ્યમાં ચૂંટણીના સમયે જ ખેડૂત નેતા ગુજરાત આવીને નવા રાજકીય સમીકરણો રચે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

ગુજરાતની મુલાકાતે આવનાર રાકેશ ટિકૈતે દાવો કર્યો છે કે, ગુજરાતમાં ખેડૂતો પર દબાણ છે અને તેઓ સરકારની સામે બોલી શકતા નથી. તેમનો અવાજ સરકાર સુધી પહોંચાડવા તેવો ગુજરાતની મુલાકાત લેશે.

તમને જણાવી દઈએ કે, કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ ગત વર્ષે 26 નવેમ્બરથી કિસાન આંદોલન શરૂ કર્યું છે અને ત્યારબાદ આજ દિવસ સુધી આ આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનમાં ગુજરાતના ખેડૂત આગેવાનોએ પણ તેમાં જોડાવવાની જાહેરાત કરી હતી. જો કે, કોઇ દબાણને કારણે ગુજરાતના ખેડૂતો દિલ્હીના કિસાન આંદોલનનો કોઇ હિસ્સો બની શક્યા નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ