નવી ઘડીનો નવો દાવ../ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ રાજકીય પાર્ટીઓએ બદલ્યા સ્લોગન..જાણો

પ્રજાને પ્રલોભન આપતા અને પોતાના તરફ આકર્ષતા  ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ તૈયાર કરેલા સ્લોગનમાં પણ બદલાવ આવ્યો છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
1 38 ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ રાજકીય પાર્ટીઓએ બદલ્યા સ્લોગન..જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરાત આજે થઇ ચૂકી છે. તેની સાથે જ લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કામો પર લગામ લાગી ચૂકી છે. જો કે હવે પ્રચારનો ધમધમાટ વધુ જોવા મળશે. પ્રજાને પ્રલોભન આપતા અને પોતાના તરફ આકર્ષતા  ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ તૈયાર કરેલા સ્લોગનમાં પણ બદલાવ આવ્યો છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ 8 ડિસેમ્બર એટલે કે પરીણામના દિવસને કેન્દ્રમાં રાખીને નવા સ્લોગન ટ્વિટ કર્યા છે.

ભાજપનું વર્ચસ્વ

1 35 ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ રાજકીય પાર્ટીઓએ બદલ્યા સ્લોગન..જાણો

ભાજપની વાત કરીએ તો  વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ ભાજપે ભરોસાની ભાજપ સરકાર સ્લોગનને બદલીને “કમળ ખિલશે, ભાજપ જીતશે” નવું સ્લોગન જાહેર કર્યું છે.

કોંગ્રેસ માટે ખરાખરીનો ખેલ

1 36 ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ રાજકીય પાર્ટીઓએ બદલ્યા સ્લોગન..જાણો

તો વળી કોંગ્રેસે આ ચૂંટણીમાં “કોંગ્રેસનું કામ બોલે છે” નુ સ્લોગન અપનાવ્યું હતું તેને બદલીને હવે “ગુજરાતની જનતા પરિવર્તન માટે છે તૈયાર, બનશે કોંગ્રેસની સરકાર” સ્લોગન સાથે નવા મૂડમાં છે.

આમ આદમી સીક્કો જમાવશે..?

1 37 ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ રાજકીય પાર્ટીઓએ બદલ્યા સ્લોગન..જાણો

ભાજપને કડી ટક્કર આપવાની તૈયારી કરી રહેવી આમ આદમી પાર્ટી પણ આમાં પાછળ નથી પહેલા એક મોકો કેજરીવાલ સ્લોગન હતુ જે હવે “ઝાડુ ચાલશે, પરિવર્તન લાવશે” ના સ્લોગન સાથે મેદાને ઉતરી છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે સત્તા પર આવવા માટે છેલ્લા 27 વર્ષથી મહેનત કરી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે કરો ય મારો જેવી સ્થિતિ છે. તો ભાજપ માટે પણ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં પગપેસારો કરતી રોકવા માટે ખરાખરીનો જંગ છે. જ્યારે આમ આદમી પાર્ટી માટે પારકા પ્રદેશને પોતાનો કરી સીક્કો જમાવટ કરવાની તક છે. જોઇએ નવા સુત્રો કયા પક્ષને વધારે ફરે છે.