AAP/ ગોપાલ ઈટાલિયાની કરવામાં આવેલ ધરપકડ બાદ રાજકરણ ગરમાયું, દેવુસિંહ ચૌહાણે આપ્યું નિવેદન

ગોપાલ ઈટાલિયાની ધરપકડ અંગે નિવેદન આપતાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તેમની ધરપકડ થવી વાજબી છે. કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે…

Top Stories Gujarat
Devusinh Chauhan Statement

Devusinh Chauhan Statement: ગોપાલ ઈટાલિયાની કરવામાં આવેલ ધરપકડને લઈને દિલ્હી ઉપરાંત ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. બીજી તરફ ભાજપના નેતાઓ પણ આ મુદ્દે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યાં છે અને PM અને હિંદુત્વ પ્રત્યે આવું બોલી ન શકાય તેવો મુદ્દો બનાવીને આપ પર પ્રહાર કરી રહ્યાં છે.

કેજરીવાલ અને ગોપાલ બંને સમાન માનસિકતાના ધરાવે છે

ગોપાલ ઈટાલિયાની ધરપકડ અંગે નિવેદન આપતાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તેમની ધરપકડ થવી વાજબી છે. કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે ગોપાલ ઈટાલિયા પર પ્રહારો કર્યા હતા. દેવુસિંહ ચૌહાણે ગોપાલ ઈટાલીયાને નીચા મનના ગણાવ્યા હતા. દેશના સૌથી મહત્વપૂર્ણ અને બંધારણીય પદોમાંનું એક વડાપ્રધાન પદ છે. AAP નેતાઓને વડાપ્રધાન પદની ગરિમા જાળવી ન રાખવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો. દેવુસિંહ ચૌહાણે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. ગોપાલ ઈટાલિયાને પ્રદેશ અધ્યક્ષ એટલા માટે બનાવવામાં આવ્યા કે કેજરીવાલ પણ આટલી નીચી માનસિકતા અને ભાષા ધરાવે છે. તેથી બંનેની માનસિકતા એક જ છે.

આ પણ વાંચો: Gujarat Gaurav Yatra/ ગુજરાતની જનતાએ ભાજપ પર વિશ્વાસ રાખ્યો માટે જ ગુજરાત દેશનું નંબર વન રાજય છે: અમિત શાહ

આ પણ વાંચો: મહત્વપૂર્ણ અભિગમ/ CM ભૂપેન્દ્ર પટેલનો રાજ્યમાં ખાણ ખનિજ ક્ષેત્રે ‘ઇઝ ઓફ ડૂઇંગ’ બિઝનેસને વેગ આપતો અભિગમ