Not Set/ ટુલકીટ મામલે રાજકારણ ગરમાયું, કોંગ્રેસે ટ્વિટરને પત્ર લખી 11 મંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવા કરી માંગ

કોંગ્રેસે ટ્વિટરને પત્ર લખીને કેન્દ્ર સરકારના 11 મંત્રીઓ વિરુદ્ધ મેનીપ્યુલેટેડ મીડિયાનો ટેગ લગાવવાની માગણી કરી છે. કોંગ્રેસે ટૂલકિટ કેસમાં આ તમામ મંત્રીઓની ટ્વીટને ટ્વિટરના લીગલ ડિપાર્ટમેન્ટને મોકલી કાર્યવાહીની માગણી કરી છે. 

Top Stories India
A 320 ટુલકીટ મામલે રાજકારણ ગરમાયું, કોંગ્રેસે ટ્વિટરને પત્ર લખી 11 મંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવા કરી માંગ

કોંગ્રેસે ટ્વિટરને પત્ર લખીને કેન્દ્ર સરકારના 11 મંત્રીઓ વિરુદ્ધ મેનીપ્યુલેટેડ મીડિયાનો ટેગ લગાવવાની માગણી કરી છે. કોંગ્રેસે ટૂલકિટ કેસમાં આ તમામ મંત્રીઓની ટ્વીટને ટ્વિટરના લીગલ ડિપાર્ટમેન્ટને મોકલી કાર્યવાહીની માગણી કરી છે.

કોંગ્રેસ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના જે મંત્રીઓની યાદી ટ્વિટરને મોકલી છે તેમાં પિયુષ ગોયલ, ગિરિરાજ સિંહ, સ્મૃતિ ઈરાની, રવિ શંકર પ્રસાદ, પ્રહ્લાદ જોશી. ધર્મેન્દ્ર પ્રધાન, રમેશ પોખરિયાલ નિશંક, થાવરચંદ ગેહલોત, ડો.હર્ષવર્ધન, મુખ્તાર અબ્બાસ નકવી અને ગજેન્દ્ર સિંહ શેખાવતના નામ સામેલ છે.

ટૂલકિટ વિવાદ વચ્ચે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ટ્વિટરને એક પત્ર લખ્યો છે. દિલ્હી પોલીસે ટ્વિટરને પૂછ્યું છે કે, તેમને કયા આધાર પર ટૂલકિટને ખોટી ગણાવી હતી. આને સંબંધિત જવાબ તેમણે જણાવવામાં આવે કે જેથી આ મામલાની તપાસ આગળ વધી શકે. હાલમાં આ મામલાની તપાસ સ્પેશિયલ સેલ કરી રહી છે.

આ પણ વાંચો: આ શું બોલી ગયા ઝારખંડનાં CM હેમંત સોરેન? તમામને આપશે મફત કફન

દિલ્હી પોલીસના PRO ચિન્મય બિસ્વાલે કહ્યું કે દિલ્હી પોલીસની ટીમ સામાન્ય પ્રક્રિયા હેઠળ ટ્વિટર ઈન્ડિયાને નોટિસ આપવા માટે તેમની ઓફિસ ગઈ હતી. જરૂર એટલા માટે પડી કારણ કે તેઓ જાણવા માંગતા હતા કે નોટિસ આપવા માટે યોગ્ય વ્યક્તિ કોણ છે કારણ કે ટ્વિટર ઈન્ડિયાના એમડી તરફથી મળેલો જવાબ બિલકુલ સટીક નહતો.

આ પણ વાંચો:ધરપકડ બાદ સુશીલ કુમારને રેલ્વેમાંથી કરાયો સસ્પેન્ડ

હકિકતમાં સંબિત પાત્રાએ 18મેના રોજ ટ્વીટ કરી કહ્યુ કે સોમ્યા વર્માએ કોંગ્રેસ માટે ટૂલકિટ બનાવ્યુ છે અને અમારી પાસે આને સાબિત કરવા માટે અનેક પુરાવા છે.  સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે ટૂલકિટના માધ્યમથી પીએમ મોદીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સંબિત પાત્રાનો દાવો હતો કે કોંગ્રેસ એક પીઆર એક્સસાઈઝ કરી રહી છે. જેના માધ્યમથી કેટલાક બુદ્ધિજીવીઓની મદદથી સરકારની વિરુદ્ધ માહૌલ બનાવાયી રહ્યો છે. આ ટ્વીટમાં એક કાગળ શેર કર્યો જેમાં કોંગ્રેસનો લેટરહેડ હતો અને સોશિયલ મીડિયા પર કેવા પ્રકારીની ટ્વીટ અને જાણકારી શેર કરવી જોઈએ તે અંગે જણાવ્યુ હતુ.

આ પણ વાંચો:PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી એંટીગુઆથી લાપતા

kalmukho str 21 ટુલકીટ મામલે રાજકારણ ગરમાયું, કોંગ્રેસે ટ્વિટરને પત્ર લખી 11 મંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવા કરી માંગ