Not Set/ રાજસ્થાનમાં CM પદ માટે પાયલટ અને ગહલોતના સમર્થકોનું શક્તિ પ્રદર્શન

રાજસ્થાનમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ પક્ષમાં CM પદની ‘ખુરશી નો ખેલ’ શરૂ થઈ ગયો છે. રાજધાની જયપુરમાં કોંગ્રેસના વિધાનસભા દળ (ધારાસભ્યો)ની બેઠક ચાલી રહી છે, જેમાં સામેલ થયેલા ધારાસભ્યોના લેખિતમાં અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. જયારે કોંગ્રેસના મુખ્યાલયની બહાર સચિન પાયલટ એન અશોક ગહલોતના સમર્થકો મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયા છે અને પોતાના નેતાના સમર્થનમાં […]

Top Stories India Trending Politics
Shakti Pradarshan of supporters of Pilot and Gahlot for CM post in Rajasthan

રાજસ્થાનમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ પક્ષમાં CM પદની ‘ખુરશી નો ખેલ’ શરૂ થઈ ગયો છે. રાજધાની જયપુરમાં કોંગ્રેસના વિધાનસભા દળ (ધારાસભ્યો)ની બેઠક ચાલી રહી છે, જેમાં સામેલ થયેલા ધારાસભ્યોના લેખિતમાં અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. જયારે કોંગ્રેસના મુખ્યાલયની બહાર સચિન પાયલટ એન અશોક ગહલોતના સમર્થકો મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયા છે અને પોતાના નેતાના સમર્થનમાં નારાબાજી કરી રહ્યા છે.

પક્ષનું હાઈકમાન્ડ નક્કી કરશે CM

રાજ્યમાં મુખ્યમંત્રી પદને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. વિધાનસભા દળના નેતા પસંદ કરવા માટે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા મોકલવામાં આવેલા નિરીક્ષકોની દેખરેખમાં બેઠક મળી રહી છે. આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યો પોતાનો અભિપ્રાય રજૂ કરશે અને તેનો રિપોર્ટ પક્ષના હાઈકમાન્ડને મોકલવામાં આવશે.

રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ સચિન પાયલટે કહ્યું છે કે, સીએમ કોણ બનશે તેનો નિર્ણય હાઈકમાન્ડ કરશે. રાજ્યમાં યુવાન મુખ્યમંત્રીના સવાલ અંગે સચિન પાયલટે જણાવ્યું હતું કે, ભારત યુવાનોનો દેશ છે, પરંતુ જે લોકોએ દાયકાઓ સુધી પાર્ટીની સેવા કરી તેમના અનુભવનો લાભ લેવો પણ યુવાનોની જવાબદારી છે.

જયારે કોંગ્રેસ મહાસચિવ અશોક ગહલોતે કહ્યું હતું કે, આજે સાંજ સુધીમાં નક્કી થઈ જશે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ બનશે. તેમણે કહ્યું કે કોંગ્રેસના નિરીક્ષકો અવિનાશ પાંડે અને કે.સી. વેણુગોપાલ જયપુર આવી ચૂક્યા છે અને તેઓ એક પછી એક ધારાસભ્યોને મળી રહ્યા છે.

ધારાસભ્યો સાથેની મિટિંગ પછી તેમનો અભિપ્રાય કોંગ્રેસના હાઈકમાન્ડ સમક્ષ રાખવામાં આવશે અને હાઈકમાન્ડ જે કઈ પણ નિર્ણય કરશે તેને ધારાસભ્યોને જણાવી દેવામાં આવશે. જો કે હાલમાં સીએમ પદની રેસમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોત આગળ ચાલી રહ્યા છે, પરંતુ આ મામલામાં તેઓ કઈ પણ કહેવાથી બચી રહ્યા છે.

બળવાખોર ધારાસભ્યોનું ગહલોતને સમર્થન

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર બનાવવા માટે જાદુઈ આંકડો ૧૦૧ પ્રાપ્ત કરવા માટે હજુ બે કદમ દૂર છે. આવામાં અપક્ષ ધારાસભ્યોની ભૂમિકા મહત્વની બની ગઈ છે. જો કે આ વખતે કોંગ્રેસના બળવાખોર નેતાઓ મોટી સંખ્યામાં જીત્યા છે, તેમણે કોંગ્રેસની સરકાર બનતી જોઇને ઘરવાપસીના સંકેતો આપ્યા છે.

કોંગ્રેસના આવા આઠ બળવાખોર ધારાસભ્ય છે કે, જેમણે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોતની સાથે મુલાકાત કરી હતી અને તે પછી તેઓએ કોંગ્રેસના નિરીક્ષકોની સાથે મુલાકાત કરીને પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જયારે મીણા જાતિના ત્રણ બળવાખોર ધારાસભ્યોએ પણ અશોક ગહલોત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.