Not Set/ ગાંધીનગર: ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતમાં 563 ફલાયિંગ સ્ક્વોડ, 67 લાખનો દારૂ અત્યાર સુધીમાં જપ્ત કરાયો

ગાંધીનગર, ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી ડો એસ મુરલી ક્રિશ્નનએ પ્રેસ કોન્ફન્સ કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, ચૂંટણીના તારીખ સાથે જ આચાર સંહિતા લાગૂ કરી દેવામાં આવી છે. તેમજ ચૂંટણી પ્રક્રિયાને લઈને ચૂંટણીપંચ સજ્જ છે. તો આચાર સંહિતા લાગૂ થયા બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં 41 હજારથી વધુ હોર્ડિંગ્સઓ દૂર કરવામાં આવ્યા છે. તેમજ […]

Top Stories Gujarat Videos
mantavya 284 ગાંધીનગર: ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતમાં 563 ફલાયિંગ સ્ક્વોડ, 67 લાખનો દારૂ અત્યાર સુધીમાં જપ્ત કરાયો

ગાંધીનગર,

ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી ડો એસ મુરલી ક્રિશ્નનએ પ્રેસ કોન્ફન્સ કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, ચૂંટણીના તારીખ સાથે જ આચાર સંહિતા લાગૂ કરી દેવામાં આવી છે.

તેમજ ચૂંટણી પ્રક્રિયાને લઈને ચૂંટણીપંચ સજ્જ છે. તો આચાર સંહિતા લાગૂ થયા બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં 41 હજારથી વધુ હોર્ડિંગ્સઓ દૂર કરવામાં આવ્યા છે.

તેમજ કોંગ્રેસની વર્કિંગ કમીટી બેઠક મામલે જે આચાર સંહિતા ભંગની બે ફરિયાદ મળી હતી તેની તપાસ પૂર્ણ થઈ છે અને તેમાં તપાસ અંતે કોંગ્રેસની વર્કિંગ કમીટીની બેઠકમાં કોઈ આચાર સંહિતાનો ભંગ ન થયો હોવાનું જણાવ્યું હતું.