Not Set/ મહારાષ્ટ્રમાં દિગ્ગજો દ્વારા કરવામાં આવ્યુ મતદાન, રાજ્યમાં 17 બેઠકો પર થઇ રહ્યુ છે મતદાન

મહારાષ્ટ્ર, લોકસભા ચુંટણીનાં ચોથા તબક્કામાં મહારાષ્ટ્રની કુલ 17 બેઠકો માટે વહેલીસવારથી જ મતદાતાઓની ભારે ભીડ જોવા મળી રહી હતી. અહી 17 બેઠકો પર 6 મુંબઇની છે. જ્યા કુલ 116 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. તાજેતરમાં આ બધી બેઠકો એનડીએ પાસે છે, જેમા ત્રણ ભાજપ તો ત્રણ શિવસેના પાસે છે. માયાનગરી મુંબઇમાં બોલિવુડનાં મોટા સેલિબ્રિટી રહે છે, […]

Top Stories India Politics

મહારાષ્ટ્ર,

લોકસભા ચુંટણીનાં ચોથા તબક્કામાં મહારાષ્ટ્રની કુલ 17 બેઠકો માટે વહેલીસવારથી જ મતદાતાઓની ભારે ભીડ જોવા મળી રહી હતી. અહી 17 બેઠકો પર 6 મુંબઇની છે. જ્યા કુલ 116 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. તાજેતરમાં આ બધી બેઠકો એનડીએ પાસે છે, જેમા ત્રણ ભાજપ તો ત્રણ શિવસેના પાસે છે. માયાનગરી મુંબઇમાં બોલિવુડનાં મોટા સેલિબ્રિટી રહે છે, જેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં અમિતાભ બચ્ચનથી લઇને હેમા માલિની પોતાના પરિવાર સાથે મતદાન કરવા આવ્યા હતા.

સદીનાં મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચને તેમના પરિવાર સાથે મુંબઇમાં મતદાન કર્યુ હતુ. તમને જણાવી દઇએ કે, અમિતાભ બચ્ચન સ્વચ્છતા અભિયાનથી લઇને કેન્દ્ર સરકારની ઘણી યોજનાનાં બ્રાંડ એમ્બેસેડર રહ્યા છે.

બોલિવુડનાં દબંગ સલમાન ખાને પણ મતદાન કર્યુ હતુ.

અભિનેત્રી કરીના કપૂર ખાને પણ મુંબઇમાં મતદાન કર્યુ હતુ. તે તેના દિકરા તૈમૂર સાથે મતદાન મથકે પહોચી હતી. કરીના સહિત બોલિવુડની દરેક સેલિબ્રિટીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ડ્રીમ ગ્રલ કહેવાતી અને ઉત્તર પ્રદેશનાં મથુરાથી બીજેપીની સાંસદ તેની બે જિકરીઓ સાથે મુંબઇમાં મતદાન કરવા પહોચી હતી. હેમાએ મતદાન કર્યા બાદ કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટીએ દેશનાં વિકાસ માટે ખાસ કઇ જ કર્યુ નથી.

જાવેદ અખ્તરે તેની પત્નિ શબાના આજમી સાથે મતદાન કર્યુ.

ફિલ્મ દિર્ગદર્શક મધુર ભંડારકરે તેની પત્નિ રેનુ નમ્દબુરી સાથે મતદાન કર્યુ.

કંગના રણાવતે પણ મુંબઇમાં મતદાન કર્યુ.