Not Set/ થાનગઢ શહેરનાં વોર્ડ નં 2 માં ભુગર્ભ ગટરોનું પ્રદૂષિત પાણી બહાર આવ્યુ, રજૂઆત કરવા લોકો પાલિકા પહોંચ્યા

ગુજરાતને સમગ્ર દેશમાં વિકાસ મોડલ તરીકે રજૂ તો કરવામાં આવે છે પણ શું ખરા અર્થમાં અહી વિકાસ થયો છે ખરા?

Gujarat Others
1 238 થાનગઢ શહેરનાં વોર્ડ નં 2 માં ભુગર્ભ ગટરોનું પ્રદૂષિત પાણી બહાર આવ્યુ, રજૂઆત કરવા લોકો પાલિકા પહોંચ્યા

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ગુજરાતને સમગ્ર દેશમાં વિકાસ મોડલ તરીકે રજૂ તો કરવામાં આવે છે પણ શું ખરા અર્થમાં અહી વિકાસ થયો છે ખરા? આ જાણવુ હોય તો અહી એકવાર પ્રવાસ કરવાથી આપને આ જવાબ સ્પષ્ટ મળી જશે. જી હા, આજે પણ રાજ્યનાં ઘણા વિસ્તારોમાં લોકો જે મુસિબતો સહન કરે છે તે જોતા કહી શકાય કે વિકાસ મોડલ માત્ર કહેવાની જ વાતો છે. તાજુ ઉદાહરણ થાનગઢ શહેરથી સામે આવ્યુ છે.

1 239 થાનગઢ શહેરનાં વોર્ડ નં 2 માં ભુગર્ભ ગટરોનું પ્રદૂષિત પાણી બહાર આવ્યુ, રજૂઆત કરવા લોકો પાલિકા પહોંચ્યા

ઉગ્ર રજુઆત: પાલ્લી ગામના વૃંદાવન ફળિયામાં આદિવાસી પરિવારો માટે  પીવાના પાણીની સુવિધાઓના કામો ખુદ પાંચ વર્ષોથી જ તરસ્યા 

થાનગઢ શહેરમાં નગરપાલિકાની બેદરકારીનાં કારણે અવાર-નવાર ભુગર્ભ ગટર ઉભરાતી હોવાથી વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજય સર્જાતાં તે વિસ્તારનાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભુગર્ભ ગટરની સમસ્યાને લઈને ત્યાંની મહિલાઓ અને પુરુષો પાલિકાઓ રજુઆત કરવાં માટે પહોંચ્યા હતા પરંતુ રજુઆત કરવા માટે ગયા તો ખરા પણ ત્યા પ્રમુખ કે અન્ય સભ્ય પણ હાજર ન હોવાથી લોકોમાં એક રોષ વ્યાપી ગયો હતો. ભુગર્ભ ગટરોનું પ્રદૂષિત પાણી છલકાતા બે-બે ફૂટ પાણી ભરાયા રહેતા હોવાથી વિસ્તારમાં મચ્છરોનો પણ ત્રાસ વધુ હોવાથી બાળકો પણ બિમાર રહેતા હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે. રોષે ભરાયેલી મહિલાએ એવું જણાવ્યું કે અમારા વિસ્તારમાં ત્રણ વર્ષથી પાલિકાનાં સભ્ય ચુંટાઈ આવ્યા છે પણ અમે તેવોને 500 વાર રજુઆત કરવાં છતાં પણ સમસ્યાઓનો ઉકેલ નથી આવ્યો. અમે પાલિકાએ કલાકોથી રજુઆત કરવા માટે આવ્યા છીએ પણ અમને કોઈ જવાબ પણ આપતું નથીં. કોઈ અધિકારીઓ, પ્રમુખ, સદરસ્ય કોઈ હાજર ન રહેતા હોય તેવો બળાપો ઠલવાતાં આક્ષેપો કર્યા હતા.

kalmukho str 5 થાનગઢ શહેરનાં વોર્ડ નં 2 માં ભુગર્ભ ગટરોનું પ્રદૂષિત પાણી બહાર આવ્યુ, રજૂઆત કરવા લોકો પાલિકા પહોંચ્યા