Chamoli/ ઉત્તરાખંડ હોનારતમાં UPના 70 લોકો હજુ પણ ગુમ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગત રવિવારની કુદરતી આફતમાં ઉત્તર પ્રદેશના ઓછામાં ઓછા 70 લોકો લાપતા છે. રાજ્ય રાહત કમિશનર સંજય ગોયલે મંગળવારે કહ્યું હતું કે ઉત્તરાખંડ દુર્ઘટનામાં

Top Stories India
1

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગત રવિવારની કુદરતી આફતમાં ઉત્તર પ્રદેશના ઓછામાં ઓછા 70 લોકો ગુમ છે. રાજ્ય રાહત કમિશનર સંજય ગોયલે મંગળવારે કહ્યું હતું કે ઉત્તરાખંડ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 70 લોકો ગુમ થયા હોવાનું નોંધવામાં આવ્યું છે, જેમાંથી 34 લોકો લખીમપુર ખેરી જિલ્લાના છે. આ ઉપરાંત સહારનપુરના નવ અને શ્રાવસ્તિના 5 લોકોનો સમાવેશ થાય છે.

Image result for image of sanjay goyal up rahat commmitioner

PM Modi / આજે વડાપ્રધાન મોદી કરશે રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં સંબોધન

આ ઉપરાંત ઉત્તરાખંડ સરકાર અને વહીવટ સાથે સંકલન માટે અધિક મુખ્ય સચિવ (ગૃહ) અવનિશ અવસ્થીની આગેવાની હેઠળ અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી છે. આપત્તિગ્રસ્ત ઉત્તરપ્રદેશના જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં વહીવટ, પોલીસ અને સિંચાઇ વિભાગના કર્મચારીઓ 24 કલાક સેવા આપી રહ્યા છે.

Image result for image of chamoli missing people

 

Political / કેન્દ્રીય પ્રધાન વી.કે.સિંહને બરતરફ કરવા રાહુલ ગાંધીની માંગ

ઉત્તરાખંડ જવા પહેલાં વાતચીતમાં સુરેશ રાણાએ કહ્યું હતું કે, હું પહેલા મારા બે સહયોગી પ્રધાનો સાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રમ રાવતને મળીશ. રાણાએ કહ્યું કે, “આ દુર્ઘટનામાં ગુમ થયેલ લોકોની શોધ અને દિવંગત બનેલા લોકોની અંતિમ વિધિ માટે યોગ્ય સંકલન કરીને કામ કરવામાં આવશે.”

Image result for image of chamoli missing people

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…