Not Set/ રાજકોટમાં એક કાર્યક્રમમાં ભાગ લીધા પછી GTUના કુલપતિ ડો. નવીન શેઠ થયા કોરોના ગ્રસ્ત,સ્ટાફમાં ફફડાટ

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટીના કુલપતિ ડો. નવીન શેઠ કોરોનાગ્રસ્ત થયા છે.રાજકોટના એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે કુલપતિ ડો. નવીન શેઠ હાજર રહ્યા હતા. ત્યારબાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

Gujarat Trending

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટીના કુલપતિ ડો. નવીન શેઠ કોરોનાગ્રસ્ત થયા છે.રાજકોટના એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે કુલપતિ ડો. નવીન શેઠ હાજર રહ્યા હતા. ત્યારબાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણ થતાં યુનિવર્સિટીના કર્મચારીઓમાં ભય અને ફફડાટ ફેલાયો છે.

પર્દાફાશ / રાજકોટમાં પાનની દુકાનમાં આયુર્વેદિક બિયરના નામે આલ્કોહોલનું વેચાણ, પોલીસે 1260 બોટલો કરી જપ્ત

કુલપતિ ડો. નવીન શેઠે એક મીડિયા સમક્ષ જણાવ્યા પ્રમાણે  સાતેક દિવસ પહેલાં જ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. લક્ષણો હળવા હોવાથી અત્યારે તબિયત એકદમ સારી છે. કવોરોન્ટાઇનનો સમય પુરો થતાં તેઓ યુનિવર્સિટીએ આવવાનું શરૂ કરશે.

હલ્લાબોલ / આજે ખેડૂતોનો દેશ વ્યાપી બંધ, વેપારી સંગઠનો જોડાવાનો ઇનકાર અન્ય સંગઠનોનો ટેકો

આમ એકાદ સપ્તાહ પહેલાં કુલપતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે આ બાબતથી યુનિવર્સિટીના સ્ટાફ અજાણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે છેલ્લાં એકાદ સપ્તાહથી કુલપતિ યુનિવર્સિટીએ આવતાં નહીં હોવાથી સ્ટાફમાં હાશકારો થયો છે, તેમ છતાં કર્મચારીઓનો ટેસ્ટ કરાવવો પડે તેવી સ્થિતિ જણાઈ રહી છે.

કોરોનાથી હાહાકાર / દેશમાં કોરોનાના સેકન્ડ વેવથી સ્થિતિ સ્ફોટક, છેલ્લાં 24 કલાકમાં 59 હજાર કેસ, એક્ટિવ કેસની સંખ્યા 4 લાખને પાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…