વિશ્વાસ ભોજાણી @ મંતવ્ય ન્યૂઝ,ગોંડલ
રાજકોટની રચના બાદ ગોંડલના 24 વર્ષીય યુવાન જુગલને ભટ્ટને ‘કૌન બનેગા કરોડપતિ’માં હોટ સીટ પર બેસવાનો અવસર પ્રાપ્ત થયો છે, જે આજરોજ 28 અને 29 ડિસેમ્બરના રોજ અમિતાભ બચ્ચન સાથે “કૌન બનેગા કરોડપતિ”માં રમતો જોવા મળશે. આજે તેનું પ્રસારણ થવાનું હોય ગોંડલ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવપ્રદ ઘટના હોય તેને ચારો તરફ થી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
Cricket / હવે મેલબોર્નમાં ટીમ ઈન્ડિયાની જીત પાક્કી, જાણો કેવી રીતે?…
કૌન બનેગા કરોડપતિમાં ભાગ લેવા જઇ રહેલા આ ગોંડલના જુગલ કોણ છે ? આ વિશે વધારે જાણવા માટે સૌ કોઈ ઉત્સુક છે.
ગોંડલ અક્ષરધામ સોસાયટીમાં રહેતા અને RTO અને વીમાનું કામકાજ કરતા રાજુભાઈ ભટ્ટના પુત્ર જુગલ અમિતાભ બચ્ચન સામે બેસીને કરોડપતિ શૉ માં રમવાનો મોકો સાપડ્યો છેજુગલ ભટ્ટ 12 મી સિઝનમાં પ્રથમ વખત જ પ્રયાસ કર્યો હતો અને તેમાં સિલેક્ટ થાય ગયો હતો. ત્યાર બાદ 8 થી 10 જેટલી વિવિધ પરીક્ષાઓમાં પણ અવ્વલ આવી ફાસ્ટેસ્ટ ફિંગર ફાસ્ટમાં પણ સિલેક્ટ થાઈ ગયો અને તેમની કાબેલિયત થી હોટ સુધી પહોંચી લખોની રકમ જીતવા નો મોકો પ્રાપ્ત થયો છે.જુગલ પહેલી થી જ ભણવામાં હોશિયાર હોઈ ગોંડલની સેન્ટમેરી સ્કૂલમાં અભ્યાસ કરી હંમેશા અવ્વલ રહેતો હતો. આ કાબેલિયત માટે તેને તેમના મામા ઋષિભાઈ વ્યાસે માર્ગદર્શન આપ્યું હતું. ઋષિભાઈ જે એક ટ્યૂશન ક્લાસીસ ચાલવે છે તેમની પ્રેરણા થી KBCમાં જવા માટે સતત જુગલને હંમેશા ઇંધણ મળતું રહ્યું છે.
રાજકારણ / પ્રાદેશિક પક્ષોની એકતા સાથે ભાજપને ધોબી પછાળ આપવા પવાર મેદાન…
જુગલ ભટ્ટ કોમ્પ્યુટર એન્જિન્યરનો અભ્યાસ હાલ પૂર્ણ કરી ચુક્યા છે, અને આગળ ડેટા સાયન્સનો અભ્યાસ કરી માસ્ટર ડિગ્રી મેળવવા તત્પર છે, ભવિષ્યમાં દેશ માટે કંઈક કરવાની પણ આશા વ્યક્ત કરી છે જુગલ ભટ્ટ આ અગાઉ 2008માં મામા સાથે એક કોન્ટેસ્ટમાં વિજેતા બન્યા હતા જેથી તેમને શ્રીલંકા ખાતે 3 દિવસ ભારતીય ક્રિકેટ ટીમના યુવરાજસિંહ સાથે રહેવાનો મોકો પણ માંડ્યો હતો.
રાજકોટ / 1 જાન્યુઆરીએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડાપ્રધાન કરશે લાઈટ હ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
