નવી દિલ્હી / લોકડાઉનમાં બુક કરાવેલ ટિકિટોનું ટૂંક સમયમાં મળશે રિફંડ, એરલાઇન્સ કંપનીઓ પર સરકારનું એક્શન

ગયા વર્ષે લોકડાઉન પહેલા, મોટી સંખ્યામાં લોકોએ વિવિધ સ્થળોએ મુસાફરી માટે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી, પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે લોકડાઉન થઇ જતા તેઓ મુસાફરી માટે જી શક્યા ન હતા, અને તેઓને ત્યાં જ રહેવું પડ્યું જ્યાં તેઓ રોકાયો હતા. મુસાફરી માટે બુક કરાયેલ ટિકિટ માટેના પૈસા પણ તેમને એરલાઇન કંપનીઓ દ્વારા પરત કરવામાં આવ્યા ન હતા, જેના માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવે એરલાઇન કંપનીઓને ઠપકો આપ્યો છે અને તેમના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે.

MoCAના સચિવની અધ્યક્ષતામાં બુધવારે મુસાફરોના ક્રેડિટ શેલ રિફંડ અંગે એરલાઇન્સના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી. આપને જણાવી દઈએ કે, ક્રેડિટ શેલ એ ક્રેડિટ નોટ છે, જેનો ઉપયોગ રદ કરેલા પીએનઆર સામે થાય છે. આટલું જ નહીં, મુસાફરો તેનો ઉપયોગ ભવિષ્યમાં ટિકિટ બુકિંગ માટે પણ કરે છે.

આ પણ વાંચો :દેશમાં નવા કેસનો આંકડો એકવાર ફરી 1 લાખ પાર

MoCA એ એરલાઇન્સ કંપનીઓને આપ્યો ઠપકો

એક અધિકારીએ જણાવ્યું કે, “ MoCAના સચિવે ક્રેડિટ શેલ રિફંડ અંગે તમામ એરલાઇન્સ કંપનીઓ સાથે આજે બેઠક યોજી હતી અને ગયા વર્ષે લોકડાઉન પૂર્વે મુસાફરો દ્વારા ખરીદેલી ટિકિટ પરત નહીં કરવા બદલ એરલાઇન કંપનીઓને ઠપકો આપ્યો હતો.” એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓના આ વર્તન અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : મુકેશ-અનિલ અંબાણી અને તેમના પરિવાર પર સેબીએ આટલા કરોડનો ફટકાર્યો દંડ

ગોએયર અને ઈન્ડિગોએ મંત્રાલયને પોતાનું અન્ડરટેકિંગ સબમિટ કર્યું છે, જેમાં એમ કહેવામાં આવ્યું છે કે તેમણે મુસાફરોને તમામ ક્રેડિટ શેલ પાછા આપી દીધા છે. તે જાણીતું હશે કે ભારતની સુપ્રીમ કોર્ટે MoCA ને 31 માર્ચ સુધીમાં તમામ ક્રેડિટ શેલ ક્લિયર કરવા અને મુસાફરોને નાણાં પરત આપવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો :ભારતથી આવતા મુસાફરોનાં પ્રવેશ પર ન્યુઝીલેન્ડે મુક્યો પ્રતિબંધ

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery