જામીન મંજૂર / આસામમાં તાલિબાનોને સમર્થન કરનારાઓને કોર્ટ આપ્યા જામીન,પુરાવાના અભાવના લીધે

કોર્ટે પૂરતા પુરાવાના અભાવે આ લોકો સામે જામીન મંજૂર કર્યા છે. ધરપકડ કરાયેલા લોકોમાંથી એક સિવાય તમામ પર કડક યુએપીએ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો

આસામમાંથી ધરપકડ કરાયેલા 16 લોકો માટે મોટી રાહત મળી છે જેમણે સોશિયલ મીડિયા પર તાલિબાની શાસનને સમર્થન  આપ્યો હતો. સ્થાનિક અદાલતોએ 14 ધરપકડ કરાયેલા લોકોને જામીન આપ્યા છે. કોર્ટે પૂરતા પુરાવાના અભાવે આ લોકો સામે જામીન મંજૂર કર્યા છે. ધરપકડ કરાયેલા લોકોમાંથી એક સિવાય તમામ પર કડક યુએપીએ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેના કારણે જામીન ખૂબ મુશ્કેલ બને છે.

ગયા મહિને, 21 ઓગસ્ટના રોજ, આસામના જુદા જુદા જિલ્લાઓમાં, કેટલાક લોકોએ તાલિબાની શાસકોના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જે બાદ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પોલીસને નિર્દેશ આપ્યા હતા કે લોકો સામે ડર અને તરફેણ વગર કાર્યવાહી કરો. . જેના પર પોલીસે અલગ અલગ જગ્યાએથી 16 લોકોની ધરપકડ કરી હતી અને તેમની વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધ્યો હતો. આ કેસમાં સ્થાનિક અદાલતોએ 14 લોકોને જામીન આપીને મોટી રાહત આપી છે.

6 ઓક્ટોબરે ગૌહાટી હાઇકોર્ટે એઆઇયુડીએફના પૂર્વ મહામંત્રી મૌલાના ફઝલુલ કરીમ કાસિમી અને દારંગ જિલ્લાના સીપાઝારના રહેવાસી જમિયતના રાજ્ય સચિવને જામીન આપ્યા હતા. હાઇકોર્ટના જજ સુમન શ્યામે જણાવ્યું હતું કે ફઝલુલ કરીમ સામે “ફેસબુક પોસ્ટ” સિવાય કંઇ વાંધાજનક સામગ્રી મળી નથી અને તેની પાસે ગુનાના સંબંધમાં કોઇ ટ્રેક રેકોર્ડ પણ નથી. ગૌહાટી હાઇકોર્ટના વરિષ્ઠ વકીલે ધ્યાન દોર્યું કે મોટાભાગની પોસ્ટ્સ “અજાણતા” લાગે છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment