Earth Quake/ વહેલી સવારે સૌરાષ્ટ્ર -કચ્છ સહિત આસામમાં પણ અનૂભવાયા ભૂકંપના આંચકા

આમ તો પાછલા લાંબા સમયથી કહી શકાય કે 6-8 મહિના કરાતા પણ વધુ સમયથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતનાં ગુજરાતનાં અનેક વિસ્તારો ધરતી કંપથી ધ્રૂજી રહ્યા છે.

Top Stories Gujarat Others

આમ તો પાછલા લાંબા સમયથી કહી શકાય કે 6-8 મહિના કરાતા પણ વધુ સમયથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતનાં ગુજરાતનાં અનેક વિસ્તારો ધરતી કંપથી ધ્રૂજી રહ્યા છે. આંચકાની તિવ્રતા ઓછી હોવાનાં કારણે અત્યાર સુધી કોઇ પણ પ્રકારની જાનહાનિ થઇ નથી. પરંતુ ભૂતકાળના વરવા ભૂકંપનાં કારણે ભલે આંચકો ઓછી તીવ્રતાનો હોય પણ લોકોમાં ભય ભયાનક તીવ્રતાની સાથે દોડી આવે છે અને પેસી પણ ગયો છે. ત્યારે ફરી એક વખત ધરતીકંપનાં આંચકાએ લોકોને સફાળા જગાવી દીધા હતા.

જી હા, વહેલી સવારે સૌરાષ્ટ્ર -કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છના ભચાઉમાં 1.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધવામાં આવ્યો છે. વહેલી સવારે 5.22 કલાકે આંચકો અનુભવાયો હોવાનું સામે આવી રહ્યું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 2 કિ.મી. દૂર નોંધાયું છે. સાથે સાથે સૌરાષ્ટ્રના તાલાલામાં 1.6ની તીવ્રતાનો આંચકો નોંધવામાં આવ્યો છે. અહીં વહેલી સવારે 5:58 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યાનું નોંધાયું છે. અહીં આવેલ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 12 કિ.મી.દૂર હોવાનું સામે આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ન ફક્ત સૌરાષ્ટ્ર -કચ્છમાં પરંતુ આસામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે 3.23 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું નોંધવામાં આવ્યું છે. જો કે, કાર્બી આંગલોંગમાં અનુભવાયેલ આ ભૂકંપનાં આંચકોની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7ની નોંધવામાં આવી છે.  સૌરાષ્ટ્ર -કચ્છમાં કરતા આસામનાં આંચકાની તીવ્રતા વધુ હોવાથી લોકોમાં વધુ ફફડાય જોવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, આસામ અને આસપાસનાં પ્રદેશોમાં પણ પૂર્વે ભૂકંપે વિનાશ વેરીયો છે ત્યારે આ આચંકાથી લોકોમાં રીતસરનો ડરનો માહોલ જોવામાં આવી રહ્યો છે.

આ પણ જુઓ – Watch 7 AM News – તમામ અગત્યનાં સમાચારો એક સાથે